ગાંધીધામમાં રજળતા પશુઓની પળોજણ:પાલિકા ઢોરવાડો નહિ બનાવે, ટાગોર રોડ પર બેઠેલા પશુઓને માણસો રાખી માત્ર તગેડશે!

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સીએમની ટકોરથી અન્ય પાલિકાઓ સક્રિય થઈ, પણ ગાંધીધામ પાસે જગ્યા નથી
  • 60 હજારના ખર્ચે 35 લોકોની અલગ 5 ટીમ બનાવી રોડ પર ઉભા રખાશે, ગાય કે આંખલો આવશે તો તેને રોડથી હાંકી કઢાશે

ગાંધીધામ આદિપુરમાં ચોમાસા સાથેજ રજળતા પશુઓની પળોજણ ખુબ વધી જતા લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. કેટલાક સ્થળોએ આખલાઓએ લોકોને અડફેટે લેતા ગંભીર ઈજા પહોંચ્યાના કિસ્સાઓ છે તો ટાગોર રોડ સહિત તમામ માર્ગો પર પશુઓ બેસી જતા ટ્રાફિક માટે સરદર્દ સમાન સમસ્યા બની છે. હવે આ તમામ વચ્ચે નગરપાલિકાએ ઢોરવાડાનો વિચાર કોરાણેજ રાખી મુકી ટાગોર રોડથી પશુઓને તગેડવાનો પ્લાન ઘડી કાઢ્યો છે.

રાજ્યભરમાં રખડતા પશુઓના કારણે લોકોઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તાજેતરમાં સીએમના કોન્વોયમાં આખલો ઘુસવાનો તો નીતિન પટેલને ગાયે અડફેટે લેવાની ઘટના પણ બની હતી. ત્યારે સીએમ દ્વારા શહેરી વિકાસ વિભાગના સચિવને આ માટે ટકોર કરી હતી. ત્યારબાદ વિભાગે તમામ નગરપાલિકાઓને ઢોર પકડવાની ઝુંબેશ હાથ ધરવાની સુચના આપી હતી. હંગામી ઢોર વાડાઓ ઉભા કરવા, નજીકના પાંજરા પોળમાં મોકલવા જેવી સુચનાઓ દરેક પાલિકાને અપાઈ હતી.

પરંતુ ગાંધીધામ નગરપાલિકા રામલીલા મેદાનના અનુભવ બાદ ફરી તે દિશામાં જવાજ ન માંગતી હોય તેમ તેમને ઢોરવાડો પાલિકા પાસે જગ્યાજ ન હોવાથી શક્ય ન હોવાનું તર્ક આગળ ધરી અલાયદી યોજના ઘડી કાઢી છે. જેમાં 35 લોકોને 60 હજાર જેટલાના માસીક ખર્ચે કામ પર રાખીને 5-5 ની ટીમ બનાવ મુંદ્રા સર્કલ થી ડીપીએ કચેરી સુધીના આખા ટાગોર રોડમાં અલગ અલગ જગ્યાએ ઉભી રાખીને રોડ પર બેસતા કે રજળતા પશુઓને રોડથી ઉતારીને અંદર મોકલી દેવાશે. ચોમાસાનો મહતમ સમય ચાલ્યો ગયો છે ત્યારે એકાદ મહિના માટેજ આ પ્રક્રિયા કરાય તેવી સંભાવના છે, પરંતુ શુ આ પ્રયાસથી લોકોને મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે?

અન્ય સમાચારો પણ છે...