ધરપકડ:17 કરોડની સિગારેટ સ્મગલીંગ કેસનો વચેટિયો બેંગ્લોરથી ઝડપાયો

ગાંધીધામ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મુન્દ્રામાં ગત મહિને ઝડપાયેલા દાણચોરીના કેસમાં ત્રણની ધરપકડ
  • ગાંધીધામ DRI દ્વારા મુન્દ્રા કોર્ટમાં રજુ કરાતા એક ગળપાદર, બે પાલારા જેલમાં ધકેલાયા

ગાંધીધામથી બે શીપીંગ એજન્ટની ધરપકડ કર્યા બાદ મુંદ્રા સિગારેટ સ્મગલીંગ કેસમાં વચેટીયાની ભુમીકા ભજવનાર વ્યક્તિની ડીઆરઆઈએ બેંગ્લોરથી ધરપકડ કરીને ગાંધીધામ લઈ આવી હતી. જેને પણ મુંદ્રા કોર્ટમાં રજુ કરીને જેલ હવાલે કરાયા હતા.1લી એપ્રીલ, 2022ના દુબઈથી 40 ફીટની એક કન્ટેનર આવી પહોંચ્યું હતું, જેમાં હોટલ સપ્લાય્સ, બેડશીટ, પીલો કવર જેવી વસ્તુઓ હોવાનું જાહેર કરાયું હતું. તેમજ આ કન્ટેનર મુખ્યત્વે તો યુનાઈટેડ કીંગ્ડોમ જવા માટે અહી આવ્યું હોવાનું પણ જણાવાયું હતું.

પરંતુ ડિરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સને આ કન્સાઈમેન્ટમાં કાંઈક ભળતુંજ રંધાતુ હોવાની ભનક આવી જતા તેમણે મુંદ્રામાં આ કન્ટેનર આવતા વેત તેને અટકાવીને તપાસ આરંભી હતી. ડિઆરઆઈના સતાવાર સુત્રોએ જણાવ્યું કે તપાસ કરતા તેમાંથી જાહેર કરેલી એક પણ વસ્તુ નહતી મળી, ઉલ્ટાની 84 લાખ સ્ટીક બીબીએમ પ્રાઈડ ફીલ્ટર કીંગ્સ સિગારેટ્સ મળી આવી હતી. જેની અંદાજે માર્કેટ કિંમત 16.8 કરોડ થવા જાય છે, ડીઆરઆઈ દ્વારા કસ્ટમ એક્ટ, 1962 અંતર્ગત જથ્થાને સીઝ કરવામાં આવ્યો હતો.

તપાસ દરમ્યાન આ કેસમા શીપીંગ એજન્ટની ભુમીકા પણ બહાર આવતા ગાંધીધામમાં ઓફિસ ધરાવતા એક અને દુબઈમાં બેઝડ કન્ટેનર લાઈનના એજન્ટ એમ બેની ધરપકડ કરીને ગત રોજ તેમને મોડી રાત્રેજ મુંદ્રા કોર્ટમાં રજુ કરીને પાલારા જેલ હવાલે કરાયા હતા.

તો બીજી તરફ આ કેસના મહત્વપુર્ણ કિરદાર ગણાતા બેંગ્લોરથી એક વ્યક્તિને પણ અટકાયત કરાઈ હતી, જેને ગત રોજ ગાંધીધામ લાવ્યા બાદ શનિવારે મુંદ્રા કોર્ટમાં રજુ કરીને ગળપાદર જેલ હવાલે કરાયો હતો. આ શખ્સ સ્મગલીંગના આ કેસમાં વચેટીયા તરીકે ભુમીકા ભજવી હોય તેવું પ્રાથમિક તપાસમાં બહાર આવી રહ્યું છે. નોંધવું રહ્યું કે, મુન્દ્રા પોર્ટ ઉપર સિગારેટની સ્મગલીંગના કિસ્સાઓ દર એક દોઢ વર્ષે સામે આવતા રહે છે.

કસ્ટમ-એજન્ટોની હતી સાંઠગાંઠ?, સીન્ડીકેટ મળીને કરતી હતી સ્મગલીંગ
ઝડપાયેલા દાણચોરીના આ કેસમાં તમામ ગતીવીધી જોતા એજન્ટોની ભાગીદારી આમા મોટા પાયે હોવાનું સામે આવી રહ્યુ હોવાનું જાણવા મળે છે. કસ્ટમના નાક નીચેથી સરકી જતા સ્મગલીંગના કાર્ગોની લીસ્ટ ખુબ લાંબી બની રહી છે. અગાઉ કેટલાક એજન્ટો અને કસ્ટમ વચ્ચે સાંઢગાંઠ કરીને ગેરરીતીઓ આચરાતી હોવાની ચર્ચા ઉઠતી રહી છે, તો કેટલાક સમયથી તો કસ્ટમ હાઉસનેજ એજન્ટ હાઉસ તરીકે સંબોધીત કરાઈ રહ્યું છે. શીપીંગ એજન્ટ સહિતનાની ભુમીકા સિગારેટા કેસમાં સામે આવતા તેમને ધરપકડ કરાઈ હતી, લાંબા સમયથી આવો કારસો ચાલતો રહ્યો હોવાની સંભાવના પણ સુત્ર વ્યક્ત કરી રહ્યા છે. ન

અન્ય સમાચારો પણ છે...