આદિપુરમાં ગત વર્ષે બોલાવી તમારી કારની લોન ટ્રાન્સફર કરાવી હપ્તા પણ ભરી દેવાની શરતે ભુજના ચુબડક ગંઢેરના શખ્સે કાર લઇ જઇ અત્યાર સુધી લોન પણ પોતાના નામે ન કરાવી તેમજ હપ્તા ન ભરી વિશ્વાસઘાત કર્યો હોવા ઉપરાંત કોર્ટ પાસે કાર માલિક જોઇ જતાં ધાક ધમકી આપી જાતિ અપમાનિત કરી ભાગ્યો હોવાની ફરિયાદ પોલીસ ચોપડે ચડી હતી.
રામપર (તુણા) રહેતા ભીમજીભાઇ મુરાભાઇ પરમારે તા.29 ફેબ્બુઆરી 2020 માં રૂ.2,65,000 રોકડા ભરી કાર ખરીદી હતી અને બાકીની રકમની સાત વર્ષની લોન કરી હતી જેમાં દર મહિને રૂ.7,170 તેમના બેંકના ખાતામાંથી કપાતો હતો. તેમની આ કારનો ક્યારેક કામ અર્થે ગામના ઇબ્રાહિમ જુસબ ગાધ ઉપયોગ કરતા હતા. આ ઇબ્રાહીમભાઇએ ચુબડક ગંઢેર ગામના હુસેન જુમા પારાને તમારી ગાડી ગમે છે.
તમારી ઇચ્છા હોય તો મુલાકાત કરાવી આપું , આ વાતમાં સંમતિ આપ્યા બાદ બન્નેની મુલાકાત કરાવી હતી. ત્યારબાદ તા.7 માર્ચ 2021 ના રોજ આદિપુર મુન્દ્રા સર્કલે આ હુસેન જુમા પારાને મળી લોન તારા નામે કરાવવી પડશે અને બાકીના રૂ.4,47,761 ના હપ્તા તમારે ભરવા પડશે કહેતાં તે ત્રણ દિવસમાં લોન પોતાના નામે કરાવવાનું કહી કાર અને તેના દસ્તાવેજો લઇ ચાલ્યો ગયા બાદ તેણે નથી હપ્તા ભર્યાના કે નથી લોન પોતાના નામે ટ્રાન્સફર કરાવી, વધુમાં પ્રોસેસ ચાલુ હોવાનું જણાવી વાયદા કરતો હોવાને કારણે વિશ્વાસઘાત થયો હોવાનું જણાયું હતું. આઠ દિવસ પહેલાં હુસેન જુમા પારા ગાંધીધામ કોર્ટ પાસે મળી ગયો ત્યારે તેણે જાતી અપમાનિત કરી તારાથી થાય તે કરી લે તારી ગાડી નહીં મળે કહેતાં આખરે તેમણે તેના વિરૂધ્ધ આદિપુર પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.
SPને અરજી કર્યા પછી પણ સાથે ધમકી આપી
પુર્વ કચ્છ પોલીસવડાને આ બાબતે અરજી કરતાં જ હુસેને અઠવાડીયામાં બધી પ્રોસેસ થઇ જશે તેવો વાયદો કર્યો હતો, જો કે ત્યાર પછી પણ તે આ કાર તેણે સતત વાયદાઓ કર્યા હતા . તે દરમિયાન ફરિયાદીને જાણવા મળ્યું હતું કે કાર અન્ય વ્યક્તીને વેંચી મારી છે. આ જાણવા મળ્યા બાદ આજથી આઠ દિવસ જ્યારે જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યારબાદ આખરે તેમણે આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.