ચોર-લુટારા બેફામ બન્યા:ગાંધીધામના શિણાયમાં બંધ ઘરના તાળા તુટ્યા, તસ્કરોએ 91 હજારના માલમતાની ચોરી કરી ફરાર

ગાંધીધામ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગાંધીધામ તાલુકાના શિણાય ગામે આવેલા રામેશ્વરનગરમાં બંધ મકાનના તાળા તોડીને તસ્કરોએ 91 હજારની માલમતા તફડાવી હોવાની વિગતો સામે આવી છે.

મુળ ઉત્તર પ્રદેશના અરવિંદ રામવીરસિંહ ચૌધરીએ જણાવ્યું કે, તેના પિતાની તબિયત ખરાબ થતા તે પત્નિ અને બાળક સાથે વતન ગયો હતો. આ દરમ્યાન પડોશીએ ફોન કરીને કહ્યું કે, તમારા ઘરના દરવાજાનો લોક તુટેલી હાલતમાં છે. જેથી તપાસ કરતા કાંડા ઘડિયાળ, ચાંદીના સાંકળા, રોકડા 45 હજાર તેમજ અન્ય માલમતા મળી 91 હજારની ચોરી થઈ હોવાનું માલુમ પડતા ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...