મુખ્ય બંદરોના કામદારોની પાંચ માન્યતા પ્રાપ્ત ફેડરેશનોની રાષ્ટ્રીય સંકલન સમિતીની બેઠક તા.18/5 ના રોજ કોચી ખાતે મળી હતી. જેમાં વિવિધ મુદ્દે વિચાર વિમર્શ કરાયા હતા પરંતુ પોર્ટના બોર્ડના લેબર ટ્રસ્ટીની નિમણૂકનો મુદ્દો હજી અનિર્ણીત રહ્યો હતો જે આગામી તા.31/5 ના રોજ મળનારી બેઠકમાં ચર્ચાશે તેવું ટ્રાન્સપોર્ટ એન્ડ ડોક વર્કર્સ યુનિયન કંડલાએ જણાવ્યું હતું.
એચએમએસના પ્રમુખ એલ.સત્યનારાયણે કોચી ખાતે મળેલી બેઠકનો ચિતાર આપતાં જણાવ્યું હતું કે, આ બેઠકમાં વર્ષ-2020-21 માટે બોનસ અંગે અંતિમ પરિણામ આગામી તા.31/5 ના મળનારી બેઠકમાં ચર્ચાશે, વેતન રિવિઝન અંગે ફેડરેશને સંયુક્ત રીતે બીડબલ્યુએનસીના અધ્યક્ષ તેમજ આઇપીએ ના મેનેજમેન્ટને 5 વર્ષ માટે માગણીઓનું ચાર્ટર આ બેઠકમાં સુપરત કર્યું હતું. પરંતુ ફેડરેશને 5 ને બદલે 10 વર્ષ માટે ચાર્ટરની માગણીઓ પર વિચાર કરવાનો જવાબ આપ્યો હતો જેની સાથે ફેડરેશન સંમત થયું ન હતું અને માત્ર 5 વાર્ષનું ચાર્ટર સુપરત કરાયું હતું.
આ બેઠકમાં શ્રમનું પ્રતિનિધિત્વ કરતા બોર્ડના સભ્યો ની નિમણૂક પર વિચાર કર્યો નથી જે આગામી મળનારી બેઠકમાં ચર્ચાશે તેવું નક્કી થયું હતું. તો આ બેઠકમાં પોર્ટના ખાનગીકરણ તેમજ પોર્ટ સેક્ટરમા઼ ભરતીપર પ્રતિબંધ જેવા ગંભીર પ્રશ્નો પણ ઉઠાવાયા હતા. તેવું ઉપપ્રમુખ જીવરાજ ભાંભી અને સેક્રેટરી લલિત વરિયાણી દ્વારા જણાવાયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.