વિવાદ:નગરપાલિકાને ગાર્બેજ માટે પ્લોટ ફાળવવાનો મુદો અભેરાઈએ ચડ્યો

ગાંધીધામ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોર્ટ રામલીલા મેદાન પાછુ માંગે છે, તો તેવું ન કરવા નેતાઓ કહેતા કેમ નથી?
  • નબળા નેતાઓ શહેરનો પક્ષ ન ખેંચી શકતા, દુર્ગંધથી ખદબદે છે વિસ્તાર

ગાંધીધામમાં મજબુત નેતાગીરીના અભાવે શહેરને અને સરવાળે લોકોને ઘણો ભોગ આપવો પડતો હોય છે તેવા સતત ઉઠતા સુર વચ્ચે પાલિકાને પોર્ટ દ્વારા ફાળવવામાં આવનાર પ્લોટ મુદો ફરી અભેરાઈએ ચડતો જોવા મળી રહ્યો છે. પાલિકા પાસે જમીન ન હોવાથી તે પોર્ટ પર નિર્ભર છે, તો પોર્ટ રામલીલા મેદાન પરત લઈને ગાર્બેજ માટે અલાયદો પ્લોટ ફાળવવા પર રાજી છે, બીજી તરફ પાલિકા રામલીલા મેદાન છોડવા માંગતુ નથી અને નવો પ્લોટ નહી મળે આ વિસ્તારનો ઉદ્ધાર ક્યારે થશે તે પ્રશ્ન છે. આ વિટંબણામાં બાબત અટકી ગઈ છે અને કેસ આગળ વધતો નથી.

ગાંધીધામ પાલીકાને કચરો ડમ્પ કરવા દુર વાડા ગામની સીમમાં પ્લોટ ફાળવાયો છે, તો તે પહેલા કચરાને સેગ્રીગેટ કરવાના ઉદેશ્ય સાથે રામલીલા મેદાનમાં એક સ્ટોપ અપાયો છે. જ્યા આસપાસ રહેણાક અને કોમર્શીયલ ગતીવીધીઓ છે, ત્યારે પ્રાઈમ લોકેશન પર આવેલા આ પ્લોટને ગંદકીની દુર કરવા વારંવાર માંગ ઉઠી રહી છે, તો સેંટ્રલ જીએસટી દ્વારા તો તેની બગીચા નિર્માણ કરવા માટે સતત માંગ પણ કરાઈ રહી છે.

પરંતુ પ્લોટનો કબ્જો પાલિકા પાસે હોવાથી તેમજ હાલ તેને સેગ્રીગેશન માટે ઉપયોગ કરાતો હોવાથી પાલિકાએ પોર્ટ પાસે અન્ય પ્લોટ આપવાની માંગ કરી હતી, જે બદલામાં પોર્ટ પ્રશાસને ડીસી 5માં એક પ્લોટ પ્રસ્તાવીત કર્યો હતો, જેની અધીકારીઓ દ્વારા સ્થળ વીઝીટ કરીને પસંદ પણ કરાયો હતો. પરંતુ પોર્ટની રામલીલા મેદાન પરત લેવાના મુદે પેચ અટકી ગયો છે. દર મહિને માત્ર કચરાને દુર ઠાલવવા લાખોના ખર્ચે ઈંધણ બાળવુ પડતુ હોય અને ખુલ્લો પડેલો પ્લોટ પોર્ટ ફાળવી ન આપે તે નબળી નેતાગીરીના કારણેજ શક્ય બની શકે તેવો સુર પ્રબુદ્ધ વર્ગમાં ઉઠવા પામી રહ્યો છે.

નિયમાનુસાર ફાયરબ્રીગેડ પણ ઉભતી નથી
નિયમાનુસાર રામલીલા મેદાનમાં રહેલા મોટા પ્રમાણમાં કચરાના ઢગલામાં આગ ફાટી નિકળવાની સંભાવનાના પગલે ફાયરબ્રીગેડ સતત રહેવી જોઇએ તેમ નિયમમાં ઉલ્લેખીત છે. પરંતુ સ્થળ પર કોઇ અગ્નીશમન દળ જોવા મળતું નથી. નોંધવું રહ્યુ કે ગત મહિને વારંવાર આ ઢગલાઓમાં આગ લાગવાની બાબત સામે આવતી રહી હતી, જે પર ઢાંકપીછોડાનો પ્રયાસ પણ કરાતો હોવાનું પ્રતિત થઈ રહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...