હવે ચાલુ વરસાદે પાલિકા વરસાદી નાળા સાફ કરાવશે કે શું ? આ પ્રશ્ન સામાન્ય નગરજનોના મનમાં ઉઠવા પામી રહ્યો છે. ગુરુવારે ટેન્ડર ખોલવાનો દિવસ હતો, પરંતુ એન્જિનીયર રજા પર છે, અધિકારી બહાર બેઠકમાં અને પદાધિકારી સંપર્કોથી દુર છે. આ તમામ વચ્ચે સુત્રોએ જણાવ્યું કે 20 લાખનું ટેન્ડર ખુલ્યુ તો છે, પરંતુ હવે કામ ક્યારે શરૂ થશે અને કેવું રહેશે તે જોવું રહ્યું.
ગાંધીધામ નગરપાલિકામાં આંતરીક ખેંચતાણ કોઇ નવી બાબત નથી, પરંતુ સતત સપાટી પર આવતા આ ઘટનાક્રમ છતાં શિસ્તની ગણાતી આ પાર્ટીના શહેરી કે જિલ્લા સ્તરના મુખ્યાઓના શાંત કરવાના કોઇ પ્રયાસો સફળ થઈ શક્યા હોય તેવું પ્રતિત થતું નથી. હજી પણ સતત ચાલતી આંતરીક ખટપટમાં શહેરના કામો ટલ્લે ચડી ગયા છે. ટેન્ડરો ખુલ્લી નથી રહ્યા, ખુલે છે તો તે અંગે લોકોને અંધારામાં રાખવાના પ્રયાસ કરાઈ રહ્યા છે. વરસાદની સીઝનમાં સરવાળે નગરજનોએ આનો ભોગ બનવવાનો વારો આવશે તેવો મત જાણકારો વ્યક્ત કરી રહ્યા છે. દર વર્ષે નગરજનો સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઇ જવાની સમસ્યાનો સામનો કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.