ગાંધીધામના કાસેઝમાં બનેલા ન્યુ ઝોન વિસ્તારમાં આવેલી તમાકુ કંપનીમાં આવકવેરા વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. આ કાર્યવાહીને વીંગ વિભાગે સમર્થન આપ્યું હતું. કાસેઝના ન્યુ ઝોન વિસ્તારમાં આવેલા તેજરામ ધરમપોલ યુનિટ પર ઈંકમટેક્સ વિભાગના ઈન્વેસ્ટીગેશન વિંગ દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
બહાર આવેલી વિગતોને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું જાણવા મળે છે. જેમાં ઓછી આવક દર્શાવીને મબલખ આવક રળીને સરકારની તીજોરીમાં ખાતર પડાયું હોવાના આધારે આ કાર્યવાહીને અંજામ અપાયું હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
છેલ્લા ઘણા દિવસથી ચાલતી હતી ડીઆરઆઈની તપાસ
કાસેઝમાં કસ્ટમ બોન્ડના લીકરની ચાલતી તપાસના સંદર્ભે ડીઆરઆઈની ટીમ વારંવાર ઝોનના આંટાફેરા કરતી હોવાની ચર્ચા હતી, તો પોલીસે પણ સીસીટીવી તપાસતા બાબત ટોક ઓફ ધ ટાઉન બની હતી, જોકે ભચાઉ ડીવાયએસપી કે.જી. ઝાલાએ આ રુટીન તપાસનો એક ભાગ હોવાનું જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.