રજુઆત બાદ કાર્યવાહી:અંજાર હાટકેશ્વર મંદિર ફરતે બાંધેલી ગેરકાયદેસર ફેન્સિંગ દિવાલ હટાવાઇ

ગાંધીધામ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નાગર સમાજે કરેલી અરજી બાદ આડાએ કાર્યવાહી કરતાં મંદિરનો રસ્તો ખુલ્યો

અંજારના ખત્રીચોકમાં આવેલા સમસ્ત નાગર જ્ઞાતિના ઈષ્ટદેવ ભગવાન હાટકેશ્વર મહાદેવનને ફરતે ગેરકાયદેસર દિવાલ બનાવી મંદિરમાં જવાનો માર્ગ અમુક તત્વો દ્વારા બંધ કરી દેવાયા બાદ નાગર સમાજે પ્રાંત અધિકારી અને અંજાર વિકાસ સત્તા મંડળના મુખ્ય કારોબારી અધિકારીને કરેલી લેખિત રજુઆત બાદ આ ગેરકાયદેસર દબાણ હટાવી લેવાતાં અંતે હાટકેશ્વર મંદિરમાં જવાનો માર્ગ ખુલો થયો હતો.

અંજારના આ પૌરાણિક હાટકેશ્વરમંદિર પરીસરની જગ્યા ઉપર બિનઅધિકૃત રીતે દબાણ કરી મંદિરમાં પ્રવેશવાનો રસ્તો સદંતર બંધ કરી દીધો હતો. આ ઉપરાંત મુખ્ય પ્રવેશદ્વારા આગળ દિવાલ બનાવીને તેને બંધ કરી કાયદા દ્વારા કયારે માન્યતા ન આપી શકાય તેવા પ્રકારનુ અપકૃત્ય કર્યું હતું.નાગર સમાજ દ્વારા વર્ષ દરમ્યાન તેમજ શ્રાવણ માસમાં વિશેષ આ ધાર્મિક સ્થાનકમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાય છે.

છેલ્લા કેટલાક દિવસોથી અસામાજીક તત્વો દ્વારા આસ્થાને ઠેસ પહોંચે તે રીતે માલિકી હક્કના દાવા સાથે ફેન્સિંગ કરીને મંદિરનો મુખ્ય પ્રવેશદ્વારને બંધ કરી દિવાલ ચણી અતિક્રમણ કરવા સાથે મંદિર પરિસર ઉપર ગેરકાયદેસરની કબ્જો જમાવવામાં આવ્યો હતો.

જેને કારણે સમગ્ર નાગર સમાજ ઉપરાંત આ મંદિરની ધાર્મિક લાગણી સાથે જોડાયેલા વર્ગમાં રોષની લાગણી પ્રર્વતી હોવાનું જણાવી નાગર જ્ઞાતિના આગેવાનોએ પ્રાંત અધિકારી અને અંજાર વિકાસ સત્તા મંડળના મુખ્ય કારોબારી અધિકારીને કરેલી લેખિત ફરિયાદ બાદ આજે આડા દ્વારા આ ગેરકાયદેસર ફેન્સિંગ તોડી પડાઇ હતી અને હાટકેશ્વર મંદિરમાં જવા માટેનો રસ્તો ખુલ્લો કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...