ચાવલા ચોકની પુકાર:ગાંધીધામના પ્રવેશદ્વાર ઉપર કલાકો સુધી રહેતો ટ્રાફિકજામ હવે કાયમી માથાનો દુ:ખાવો બની ગયો

ગાંધીધામ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામ સંકુલના આયોજન વગર ઢંગધડા વગરના આયોજનને કારણે આ સમસ્યા રહેવાની !

ગાંધીધામમાં આયોજન વગર ઢંગધડા વગરના થયેલા વિકાસકામોને લઇને લોકોને ડગલે ને પગલે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, તેમાં પણ વધી રહેલા વાહન વ્યવહારને કારણે મુખ્ય ટ્રાફિક ખોરવાતો હોવાને કારણે ખૂબ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગાંધીધામ રેલ્વે સ્ટેશન સામેના ઓવરબ્રીજ પાસે બસ સ્ટેશન જવા રોંગ સાઇડ કરાતો વાહન વ્યવહાર, આ વિસ્તારમાં આવેલી હોટલો તેમજ દુકાનો સામે કરવામાં આવતા આડેધડ પાર્કિંગને કારણે અહી઼ રોજ કલાકો સુધી લોકો ટ્રાફિકજામમાં ફસાતા રહે છે જે માથાના દુ:ખાવા સમાન સમસ્યા બની રહી છે.

ગાંધીધામના રેલ્વે સ્ટેશન સામે ઓવરબ્રીજ પાસે જ ટ્રાફિક પોલીસ ચોકી તૈનાત હોવા છતાં રોજિંદી બની ગયેલી આ સમસ્યાને દુર કરવા હવે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરાય તેવી માંગ ઉઠી રહી છે. એક તરફ દિવસે દિવસે વાહન વ્યવહાર વધી રહ્યો છે તેમાં આ બ્રીજ નીચેથી જ રોંગ સાઇડમાં બસ સ્ટેશન જવાય છે એટલે એસટી બસો તેમજ એસટી તરફ જતા વાહનો આડેધડ રોંગ સાઇડ જવાની ઉતાવઇ કરે છે, તો આ બ્રીજની સામે જ પોલીસ ચોરીક છે અને આસપાસ અનેક હોટલો આવેલી છે તેના સામે જ આડેધડ પાર્કિંગ કરાતું હોવાને કારણે વાહન નીકળવા માટે જગ્યા જ ન રહેતી હોવાને કારણે રોજ અવર જવર કરતા વાહન ચાલકો કે રાહદારીઓ પણ અહીં સર્જાતા ટ્રાફીક જામમાં કલાકો સુધી અટવાયલા રહેતા હોય છે.

આ ટ્રાફિકજામમાં જો ગાડી ટચ થાય તો મગજમારી પણ થાય છે : વાહન ચાલકોની ચડભડમાં અટવાતા અન્ય વાહનો
આ જગ્યા એવી છે જ્યાં ભારે વાહનો, એસટી બસો, ખાનગી બસો તેમજ રોજબરોજ અવરજવર કરતા લોકોનો વાહન વ્યવહાર 24 કલાક ચાલુ રહે છે. પરંતુ યોગ્ય ટ્રાફીક નિયમન કરાતું ન હોઇ તેમજ લોકો પણ સમજ્યા વગર નિયમોનું ઉલ્લંઘન કરતા હોવાને કારણે અહીં રોજ કલાકો સુધી ટ્રાફિકજામ સર્જાય છે. આ ટ્રાફિકજામમાં જો કોઇ વાહન બીજા વાહનમાં ટચ પણ થયું તો મગજમારી શરૂ થાય છે અને તેને કારણે ટ્રાફિક પૂર્વરત થવામાં વધારાનો સમય પણ બગડે છે.

અન્ય સમાચારો પણ છે...