વિધાનસભાની ચૂંટણી:વિધાનસભાની ચૂંટણીનો ગરમાવો તા. પં.માં આવ્યો

ગાંધીધામ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામ તાલુકા પંચાયતના સદસ્યનું રાજીનામુ

વિધાનસભાની ચુંટણીઓ વચ્ચે તાલુકા પંચાયતમાં ગરમાટો આવી ગયો હોય તેમ થોડા દિવસોમાં ગાંધીધામ તાલુકા પંચાયતમાં બીજુ રાજીનામુ પડ્યુ હતું. આ પાછળ આંતરિક અને જુનુ અસંતુષ્ઠ જુથ કાર્યરત હોવાની પણ ચર્ચા છે.

ગાંધીધામ તાલુકા પંચાયતના સદસ્ય અને દંડક જીવતીબેન એન ભટૈયાએ તાલુકા વિકાસ અધિકારીને સંબોધીને રાજીનામુ આપતા જણાવ્યું કે તેમના ગામના કોઇ વિકાસ કામો નથી થયા, આ માટે તેમણે એમએલએનો પણ ઉલ્લેખ કર્યો હતો.

અગાઉ પંચાયતના ઉપપ્રમુખે રાજીનામુ આપ્યુ હતું, ત્યારે લોકશાહી ઢબે પોતાના ગામો, પ્રશ્નોની રજુઆતો કરવાની જગ્યાએ ચુંટણી ટાંકણે રાજીનામા આપતા આ પાછળ ખરેખર કારણો લોકોનાજ પ્રશ્નો છે કે રાજકીય જુથબંધી તે પ્રશ્ન ઉભા થાય છે. જગ્યા ખાલી થતા ફેર ચુંટણી અને મતદાનની પ્રક્રિયાનું પાલન કરવું પડે તેમ છે ત્યારે ખરેખર જનમુખી પ્રક્રિયાઓ શું હોઇ શકે તે અંગે પ્રબુદ્ધ વર્ગમાં મતમતાંતર પ્રવર્તી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...