ફ્લાઈટ સતત રદ:દર અઠવાડિયે ત્રણથી ચાર વખત રદ થઈ રહી છે દિલ્હીની ફ્લાઈટ

ગાંધીધામ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કંડલા એરપોર્ટનો બુલંદ થયેલો સિતારો નીચે ધકેલાઈ રહ્યો છે?
  • અમદાવાદની ફ્લાઈટ ક્યારે શરૂ થશે તેના કોઇ ઠેંકાણા નહી

કંડલા એરપોર્ટ પર સહુની આશા ગત બે વર્ષેના ગાળામાં સારા પ્રમાણમાં વધી જવા પામી હતી જ્યારે ત્રણ મુખ્ય સ્થળોની ફ્લાઈટ નિયમીત આવા ગમન કરતી હતી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી એક ફ્લાઈટ તો બંધ થઈજ ચુકી છે, તો દિલ્હીની ફ્લાઈટ સતત રદ થઈ રહી છે. જિલ્લાની આર્થિક નગરીની અપેક્ષા એરપોર્ટ પાસેથી વધી રહી હતી ત્યારેજ સંજોગોના કારણે તેનો સિતારો નીચે આવી રહ્યો હોય તેવો તાલ સર્જાયો છે.

સોમવારે વધુ એક વાર દિલ્હી - કંડલા એરપોર્ટ થી દિલ્હીની ફ્લાઈટ રદ રહી હતી, આવું એક દિવસ અગાઉ પણ થયું હતું અને ગત સપ્તાહે ત્રણ વાર કરાયું હતું. સુત્રોએ જણાવ્યું કે જે કંપની આ વિમાની સેવાને સંભાળી રહી છે તેની પાસે વિમાનની ઉપલબ્ધતા ઓછી હોવાથી તેને ચેનલાઈઝ કરવામાં આવી રહ્યા હોવાથી આવું થઈ રહ્યું છે. તો બીજી તરફ મહિનાઓથી બંધ અમદાવાદની ફ્લાઈટ ક્યારે શરૂ થશે તેનો કોઇ અંદાજો નથી, જ્યારે કે જે તે સમયે ઓગસ્ટ સુધીમાં તેને ફરી શરૂ કરી દેવાશે તેવો દાવો કરાયો હતો. હાલ એક માત્ર મુંબઈની ફ્લાઈટ નીયમિત ચાલી રહી છે.

ત્રણેય ફ્લાઈટમાં સારો એવો ટ્રાફિક મળી રહે છે ત્યારે આ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં અને તે માટે અવાજ ઉઠાવવામાં ક્યાંક સ્થાનિક આગેવાનો ઉણા ઉતરતા હોય તેવો સુર પણ ઉઠવા પામ્યો છે. દેશના મહત્વપુર્ણ બે પોર્ટ અને તે સાથે મોટા ઉધોગો અને પર્યટન ધરાવતા જિલ્લાના વિમાની ક્ષેત્રે પ્રવેશ દ્વાર સમા કંડલા એરપોર્ટ પર સુવિધાઓ યોગ્ય રુપે ચાલુ થાય અને તેનો લાભ સંકુલ અને સમગ્ર જિલ્લાને મળે તેવી માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...