ગાંધીધામના 24 કલાક ધમધમતા રહેતા ટાગોર રો પર પડવાના વાંકે ઉભેલા વીજ પોલ આ રોડ પર અવર જવર કરતા વાહન ચાલકો અને વટેમાર્ગુઓ માટે ખતરાની લાલબત્તી સમાન છે. આમ તો આ માર્ગ પર ક્યારેક-ક્યારેક અંધાર પટ પણ જોવા મળે છે. પરંતુ ક્યારેક અજવાળામાં પણ આ લાઇટના જોખમી થાંભલા કોઈક વાહનચાલકના જીવનમાં અંધારું લાવવા માટે પૂરતાં છે.
આમ તો પાલિકા દ્વારા જોર શોરથી ઓવરબ્રીજનો ધમધમાટ છે તો બીજી બાજુ આ જોખમી થાંભલા ઉપર પણ નજર હોવી જોઈએ તેવું વાહન ચાલકો જણાવી રહ્યા છે. આ થાંભલા એક બાજુ નમી પણ ગયા છે. હવે જ્યારે મેઘસવારીને ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે વરસાદી માહોલમાં આ જોખમી થાંભલા હોનારત સર્જી શકે છે. યુદ્ધના ધોરણે આ રોડ લાઇટનું કામ થાય તેવી વાહનચાલકોની માંગણી છે.
વરસાદ પહેલાં આ કામગીરી જરૂરી
એક તરફ ટાગોર રોડ પર ફ્લાય ઓવર બ્રીજું કામ ચાલુ છે ઉપરાંત હવે વરસાદની સિઝન નજીક આવી રહી છે ત્યારે આવા જોખમી વીજપોલ ખતરનાક સાબિત થઇ શકે તેમ છે. જો આ થાંભલાઓ હટાવી નવા થાંભલા નહીં લગાવાય તો મોટી દૂર્ઘટના સર્જાવાની શક્યાતઓ રહેલી છે ત્યારે સબંધિત તંત્રએ ખરેખર યુધ્ધના ધોરણે આ કામગીરી હાથમાં લેવી જોઇએ તેવી માંગ ઉઠી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.