પાલિકાનું પ્લાનીંગ:દોઢ વર્ષ પહેલા જ 13 કરોડના ખર્ચે બનેલા નાળા તોડવાનું શરૂ, ઓવરબ્રિજ નિર્માણની અસર

ગાંધીધામ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વરસાદી નાળાઓના કામો પાછળ થઈ ચુક્યા છે કરોડોના ખર્ચા

ગાંધીધામ આદિપુરમાં કરોડો રુપીયા વરસાદી નાળા પાછળ ખર્ચી નાખ્યા બાદ પણ દર ચોમાસે શહેર ટાપુમાં ફેરવાઈ જતો હોવાની અનુભુતી નગરજનોને પ્રાપ્ત થાય છે. હજી દોઢ બે વર્ષ પુર્વેજ 13 કરોડ જેટલા જંગી ખર્ચે બનેલા વરસાદી નાળાઓને ગુરુવારથી તોડવાની શરૂઆત કરી દેવાઈ છે. નગરપાલિકાનું પ્લાનીંગ ક્યા પ્રકારનું છે તેનો અંદાજો આ પરથી લગાવી શકાય છે.

જનતાના રુપીયાનો ધુમાડો કરાઈ રહ્યાનો આક્ષેપ અગાઉ પણ ઉઠતા રહ્યા છે. ઓવરબ્રીજ પાસે સર્વિસ રોડ બનાવવા જગ્યા ઓછી પડતી હોવાથી વરસાદી નાળાને નાનુ કરીને ઉંડુ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ રહી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. નોંધવું રહ્યું કે, અગાઉ નાળાઓના નિર્માણ, સમારકામ અને જાળવણી માટે કરોડોના કામો પાસ કરાવાયા છે. જેમાં ભ્રષ્ટાચારના આક્ષેપો પણ વારંવાર ઉઠતા રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...