આક્ષેપ:દરેક વાઉચર પર પ્રમુખની સહી લેવાનો નિર્ણય ગેરકાયદેસર

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિપક્ષના નેતાની આદેશ રદ કરવા માંગ
  • ઓર્ડર ભ્રષ્ટ પ્રથા પાડનારો હોવાનો આક્ષેપ

ગાંધીધામ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતાએ પાલિકા પ્રમુખ દ્વારા દરેક પેમેન્ટ વાઉચર પર પ્રમુખની સહી લેવાનો બહાર પાડેલો ઓર્ડર ગેરકાયદેસર સાથે ભ્રષ્ટ પથા પાડનારો હોવાનો આક્ષેપ કરી, આ ઓર્ડર રદ કરવા પ્રાદેશિક કમિશનર, રાજકોટ અને ચીફ ઓફિસરને પત્ર પાઠવી માંગણી કરી હતી. વિરોધ પક્ષના નેતા જોશી સમીપ એચ. એ જણાવ્યું કે પાલિકા પ્રમુખ ઈશિતાબેન ટીલવાણીએ દરેક પેમેન્ટ વાઉચર પર પ્રમુખની સહિ લેવા અંગે તા.02/05ના ઓર્ડર બહાર પાડ્યો છે. જે પ્રમુખની બુરી મંશા છતી કરે છે.

રાજ્ય સરકારના શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગના ઠરાવ તા.04/07/2015 વાળાથી પાલિકામાં બીલોની ચુકવણી પદ્ધતિથી કરાય છે. જે વિરુદ્ધનો આ ઓર્ડર રદ કરવા માંગ કરાઈ છે. દરેક વાઉચર પર સહીનો દુરાગ્રહ ભ્રષ્ટ પ્રથા પાડનારો હોવાનું જણાવીને તેમણે સહી માટે ઓર્ડર મોકલતા જેમાં અયોગ્ય સહયોગ અપાયો હશે તેમાંજ સહિ સાથેની ભ્રષ્ટ નીતી માતેની પ્રથા પાડી શકે તેમ હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...