અરજી રદ્દ:જયંતિ ભાનુશાલી હત્યા કેસમાં છબીલ પટેલની નિયમીત જામીન અરજી કોર્ટે ફગાવી

ગાંધીધામ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ભચાઉ કોર્ટે ગુનાની ગંભીરતા ધ્યાને રાખી જામીન નકાર્યા : છબીલની બીજી અરજી રદ્દ

અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાલીની વર્ષ-2019 માં બંદૂકની ગોળી ધરબી કરવામાં આવેલી હત્યાના ચકચારી બનાવમાં લા઼બા સમયથી કસ્ટડીમાં રહેલા અબડાસાના જ પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલે બીજી વખત કરેલી રેગ્યુલર જામીન અરજી ભચાઉ કોર્ટે નકારી હતી. લાંબા સમયથી જેલમાં રહેલા છબીલ પટેલ દ્વારા પોતાની રાજકીય કાવાદાવા હેઠળ આ કેસમાં ફસાવી દેવામાં આવ્યો હોવાનું તેમજ લાંબો સમય જ્યુડિશિયલ કસ્ટડીમાં હોવાનું કહીને નિયમિત જામીન માંગવામાં આવ્યા હતા.

આ કેસમાં છબીલ પટેલ તરફે એવી રજુઆતો કરાઇ હતી કે, કેસમાં તેમને રાજકીય કાવાદાવાને કારણે તેમને ફસાવાયા છે, વળી આ ઘટના બની ત્યારે તેઓ વિદેશ હોવા છતાં હાજર થઇ ગયા હતા અને લાંબા સમયથી તેઓ કસ્ટડીમાં રહ્યા છે એટલે તેમને જામીન મળવા જોઇએ સામા પક્ષે વિશેષ સરકારી વકીલ તુષાર ગોકાણીએ જામીન અરજીનો વિરોધ કરી રજૂઆત કરી હતી કે આરોપી સામે પ્રથમદર્શનીય પૂરાવા છે, આ એક રાજકીય હત્યાનો કેસ છે અને હત્યાના ષડયંત્રની તમામ કડીઓ રેકર્ડ પર પૂરવાર થયેલી છે. બન્ને પક્ષાની દલીલો સાંભળ્યા બાદ ભચાઉના બીજા અધિક સેશન્સ જજ પી.ટી.પટેલે ગુનાની ગંભીરતા ધ્યાને લઇ છબીલ પટેલે કરેલી રેગ્યુલર જામીન અરજી નકારી હતી.

અન્ય સમાચારો પણ છે...