ગાંધીધામના ધારાશાસ્ત્રીએ નગરપાલિકાના ચીફ ઓફિસરને નોટીસ પાઠવીને માર્ગોની અત્યંત ખસ્તા હાલતથી જાહેર ન્યુસન્સની સ્થિતિ પેદા થઈ રહી હોવાની ફરિયાદ કરી ફરિયાદ દાખલ કરવાની તૈયારી દર્શાવી હતી.ગાંધીધામના એડવોકેટ એન.જે. તોલાણીએ સીઓને પત્ર પાઠવીને જણાવ્યું કે ઓસ્લો સર્કલ સુધી, તેમજ આઈઓસી મકાનો પાસે બનેલા સર્વિસ રોડ, ગુરુકુળ રોડને તાત્કાલિક મરંમતની જરૂર છે.
હીરાલાલ સર્કલ થી સુંદરપુરી રોડ પર ખરાબ સ્થિતિમાં છે અને ખાડા પડી ગયા છે. જેમાં જનતાને પસાર થવામાં રોડ ખરાબ હોવાથી વાહન ચલાવવામાં ભારે કનડગતનો સામનો કરવો પડી રહ્યો છે. ગાંધીધામ થી આદીપુર જતા ઓસ્લો સર્કલ સુધીના સર્વિસ રોડ પર, સુંદરપુરી જતા રોડ પર તાત્કાલિક ધોરણે નિયમ મુજબ બનાવવામાં આવે અન્યથા સીઆરપીસી કલમ 133 હેઠળ ફરિયાદ કરાશે તેમ જણાવાયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.