ફરિયાદ:‘કંપનીમે એક રૂપિયે કા લોચા નહીં કિયા, ફીરભી ઈમાનદારી પે સવાલ ઉઠા રહે હૈ’

ગાંધીધામ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામના એકાઉન્ટન્ટ ના આપઘાતમાં પિતાએ દાખલ કરી ફરિયાદ
  • સહ કર્મચારી અને માલિકના ત્રાસથી ટોઈલેટક્લીનર પી લીધુ હતું

ગાંધીધામ નજીક હાઈવે પર આવેલી કચ્છ આર્કેડમાં આવેલી લોજીસ્ટીક પેઢીની ઓફિસમાં ગત રવિવારના સવારે ત્યાંજ કામ કરતા એકાઉન્ટટે ટોઈલેટક્લીનર ગટગટાવીને આપઘાત કરી લીધો હતો. આ પગલું ભરતા પહેલા મૃતક યુવાને પોતાની પત્નીને મેસેજ મોકલીને તેણે આવું અંતિમ પગલું તેની સાથે કામ કરતા વ્યક્તિ અને શેઠાણી દ્વારા અપાતા ત્રાસથી કર્યાનો ઉલ્લેખ કર્યો હતો. જે આધારે મૃતક યુવાનના પિતાએ તે બન્ને વિરુદ્ધ આપઘાત કરવા મજબુર કર્યાની ફરિયાદ ગાંધીધામના બી ડિવિઝન પોલીસ મથકે નોંધાવી હતી.

મેઘપર બોરીચીમાં રહેતા 65 વર્ષીય ગણપતસિંહ ઈંદાએ પોતાના પુત્રના આપઘાત કર્યાના બીજા દિવસે આરોપી મુકેશ અને માલીક સલમાબેન સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે રવિવારના સવારે 7 વાગ્યે તેવો ઉઠીને બેઠા ત્યાં તેમના પુત્ર વિરેંદ્રની પત્ની મોબાઈલ લઈને આવી, જેમાં વિરેંદ્રએ કરેલા મેસેજ દેખાડ્યા. જેમાં તેણે પોતાના સહકર્મીએ કરેલા ગોટાળા અને તેના કારણે શેઠાણીના ત્રાસથી આપઘાત કરી રહ્યાનો તેણે ઉલ્લેખ કર્યો હતો. મેસેજ જોતા તેને બે વાર કોલ કર્યા પણ કોઇએ ઉઠાવ્યા નહી.

પછી ત્રીજી વાર કર્યો તો મુકેશએ ઉઠાવ્યો અને કહ્યું કે વિરેંદ્રની તબીયત ખરાબ છે, તેને હોસ્પિટલ લઈ જઈએ છીએ. ઓફિસના બાથરુમમાં ટોઈલેટ ક્લ્ળીનર ગટગટાવી ગયા હોવાનું સહકર્મીએ જણાવ્યું હતું. ત્યારબાદ મોઢામાંથી ફીણ નિકળતી બેભાન હાલતમાં તેને એક બાદ એક બે હોસ્પિટલ લઈ જવાયા બાદ સાંજના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. પિતાએ સહકર્મી મુકેશ અને તેની માલીક વિરુદ્ધ આપઘાત કરવા મજબુર કર્યાની ફરિયાદ દાખલ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે એકાઉન્ટન્ટના આપઘાતમાં જવાબદારો સામે પગલા લેવા પિતાએ ફરિયાદ કરી છે અને આ બાબતે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

4 મેસેજમાં યુવાને પોતાની આપવીતી કહીને આરોપીઓને ન છોડવા કહ્યું હતું
સવારના 7 વાગ્યે ચાર અલગ અલગ મેસેજમાં આપઘાત કરતા પહેલા લખ્યુ કે ‘મેને કંપનીમે એક રુપિયે કા લોચા નહી કિયા, ફીર ભી મેરી ઈમાનદારી પે સવાલ ઉઠા રહે હૈ, મુકેશ મુજે ભી બદનામ કર રહા હૈ, ઉસને બોલા થા પેમેન્ટ હો જાયેગા, મેડમભી બોલતી હૈ કી મેરે સામને પોલીસ કમ્પલેન દાલુંગી, મુજશે યે બદનામી સહન નહી હો રહી, ઈસલીયે મે સુસ્યાઈડ કર રહા હુ, આજ તીન મહીને હો ગયે મે મેન્ટલી પરેશાન હો ચુકા હુ, ઇસલીયે મુજે યે કદમ ઉઠાના પડ રહા હૈ, સોરી મમ્મી, પાપા, રીતુ, બચ્ચો મે યુમે બીછમે છોડ કર જા રહા હું, બચ્ચો કા ધ્યાન રખના ઓર રીતુ કી દુસરી શાદી કરા દેના, પર જીન સબ કી વજહ સે યે હો રહા હૈ, ઉનકો મત છોડના, મુજપે ઈતને દિનો સે બહુત પ્રેશર આ રહા હૈ, મુકેશને કંપનીને પૈસા નહી મંગવાયા ઓર વો મંગવા નહી રહા હૈ, જીસકી વજહ સે, યે સબ હો રહા હૈ, મેડમ ભી મુજે હી પ્રેશર કરતી હૈ, જબ કી મેને કુછ નહી કિયા.

શેઠાણીએ કહ્યું ‘જ્યાં સુધી હિસાબ નહી પતે નહિ જવા દઈએ’ , 5-6 દિવસે એક કલાક ન્હાવા ધોવા રજા મળતી
પિતાએ ફરિયાદમાં કહ્યું કે ત્રણ મહિનાથી ક્યારેકજ ઘરે સવારના ભાગે આવતો, તેને કેમ નથી આવતો તેમ પુછ્યુ તો તેણે કહ્યું કે એસ.એસ. લોજીસ્ટિકમાં મુકેશ જે મોરબી બ્રાંચ સંભાળતો, તેણે કંપનીના હિસાબમાં લોચો માર્યો છે, જેથી મને અને મુકેશને માલીક સલાબેન કંપનીમાં રાખે છે અને જ્યા સુધી હિસાબ ક્લીયર ન થાય ત્યાં સુધી ઘરે જવા દેવાના નથી. પત્નીએ પણ શેઠાણીને ફોન કરીને પુછ્યુ તો તેણે જ્યાં સુધી હિસાબ ક્લીયર નહી થાય ત્યાં સુધી બન્નેને ઓફિસ રાખવાના છીએ તેમ કહ્યું હતું. તેને કચ્છ આર્કેટની ઓફિસમાંજ રાખતા હતા અને પાછ છ દિવસે એક વાર એકાદ કલાક નાવા ધોવા અને પરિવારને મળવાજ જવા દેતા હતા.

આપઘાત કરનાર વિરેંદ્ર ગ્રેજ્યુએટ હતો, ત્રણ કંપનીનું એકાઉન્ટ સંભાળતો હતોઃ પિતા
પિતાએ ફરિયાદમાં પોતાના પુત્ર અંગે જણાવ્યું કે તે ગ્રેજ્યુએટ હતો અને ગાંધીધામની ત્રણેક કંપનીના એકાઉન્ટ સંભાળતો હતો. જેમાંથી એક એસ.એસ. લોજીસ્ટીક હતી. જેનુ ત્રણેક વર્ષથી એકાઉન્ટ જોતો હતો.

અન્ય સમાચારો પણ છે...