મિલકતોનું સર્વેક્ષણ:સિટી સરવેમાં 8500 મિલકતની માપણી કરાઈ, 2500 ચોપડે ચડી

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામ-આદિપુર ટાઉનશીપમાં પ્રોપર્ટીકાર્ડ માટે ચાલતી કામગીરી
  • સેક્ટર 1 થી 5 અને આદિપુરના વોર્ડનું કામ પૂર્ણ, 4 હજારના ઠરાવ લખાયાઃ પાલિકાના ચોપડે 57 હજારથી વધુ મિલકતની નોંધણી

ગાંધીધામ આદિપુર ટાઉનશીપમાં તમામ મિલ્કતોના સર્વે કરવાની ચાલતી કામગીરી સતત આગળ ધપી રહી છે. સતાવાર સુત્રોએ જણાવ્યું કે અત્યાર સુધીમાં સંકુલની 8500 મિલકતની માપણી કરાઈ ચુકી છે, તો 4 હજાર પ્રોપટીના ઠરાવ પણ લખાઈ ચુક્યા છે, સામે 2500 પ્રમોલગેશન એટલે કે ચોપડે ચડી જાહેર થઈ ચુકી છે. જ્યારે કે પાલિકાના ચોપડે 57 હજારથી વધુ મિલકતો નોંધાયેલી છે.

ગાંધીધામમાં સરકાર દ્વારા સિટી સર્વેની કામગીરી વેગ પકડી રહી છે, આ થકી ટાઉનશીપના તમામ મિલ્કતોના પ્રોપર્ટીકાર્ડ બનાવાશે. ગાંધીધામની સિટી સર્વે સુપરિન્‍ટેન્‍ડેન્‍ટ કચેરી દ્વારા હાથ ધરવામાં આવી રહેલી આ કામગીરી અંજારના અધિકારી અને હાલમાં ગાંધીધામનો અતિરીક્ત ચાર્જ સંભાળતા અશ્વીનસીંહ ઝાલા દ્વારા જોવામાં આવી રહી છે.

જેમાં સ્થળનું માપણી કરવા,નોટીસ બજાવવા તથા મિલ્કતનાં આધાર પુરાવા મેળવવા માટે રૂબરૂ ટીમો અલગ અલગ સ્થળોની સ્થળોની મુલાકાત લઈ રહી છે. આ અંતર્ગત અત્યાર સુધીમાં ગાંધીધામના સેક્ટર 1 થી 5 તેમજ આદિપુરના વોર્ડનું કામ પુર્ણ કરાયું છે, જે અંગેની માહિતી ઓનલાઈન પણ જોઇ શકાય છે.

કુલ 30 હજાર પ્લોટ છે, પોર્ટ- એસઆરસીનો સહયોગ આપે તો કામ ઝડપી થાય
સંકુલમાં કુલ 30 હજાર પ્લોટ હોવાનું સુત્રોએ જણાવ્યું હતું, જેમાંથી 18 હજાર એસઆસી અંતર્ગત છે, તો પ્લોટમાં કરાયેલા કંટ્રકશનમાં પણ અલગ અલગ મિલકતો ગણવામાં આવે છે. ગાંધીધામ સંકુલમાં સમગ્ર જમીન ડીપીએ અને એસઆરસી હસ્તક છે ત્યારે તેમનો યોગ્ય સહયોગ મળે તો કામ ઝડપી થઈ શકે તેવો સુર ઉઠવા પામ્યો છે. તો જનતામાં જાણકારીના અભાવે કામગીરીમાં સહયોગ ન સાંપડતો હોવાથી તકલીફ આવી રહી હોવાનું વિભાગના સુત્રોએ જણાવ્યું હતું.

જેમ ખેતર માટેનો આધાર 7/12, તેમ મિલકત માટેનો આધાર પ્રોપર્ટીકાર્ડ
સીટી સર્વેથી મિલ્કત ધારકને પ્રોપટી કાર્ડ ઈશ્યુ થશે, જેના થકી ધારકોને પોતાની મિલ્કતોનું રેકર્ડ ઓફ રાઈટ્સ ઉપલબ્ધ થશે, લોન, ગીરો માટેનુ ટાઈટલ ક્લીયરીંગ પુરાવા મળશે, તમામ મિલ્કતનું મિલ્કતકાર્ડ બનશે, રેકર્ડ માટે સરકારની ખાસ યોજના, વારસામાં મિલ્કત કાર્ડની ભેટ આપી શકાશે.

અન્ય સમાચારો પણ છે...