ક્રાઇમ:કિડાણામાં વોકિંગમાં નિકળેલી મહિલાની ચેનની ચીલઝડપ

ગાંધીધામ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાઇક પર આવેલા બે પૈકી એક ઇસમે ચેન ખેંચી ગયો

કિડાણા સોસાયટીમાં મોર્નિંગ વોક માટે નિકળેલી મહિલાના ગળામાંથી બાઇક પર આવેલા બે ઇ સમો રૂ.40 હજારની કિંમતની ચેન ખેંચી ચિલ ઝડપને અંજામ આપ્યો હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે.

કિડાણાની માધવબાગ સોસાયટીમાં રહેતા 53 વર્ષીય વિણાબેન સુશિલ શ્યામનારાયણ દ્વિવેદી આજે સવારે માધવબાગ સોસાયટીમાં પોતાના રહેણાક મકાનમાંથી સવારે 6 વાગ્યે મોર્નિંગ વોકમાં નિકળ્યા હતા. ધવબાગ સોસાયટી અને કેશવકુંજ સોસાયટી વચ્ચે બાઇક પર આવેલા બે ઇસમોએ બાઇક થોડે દૂર ઉભું રાખ્યું હતુ.

એક શખ્સ તેમની નજીક આવી પાછળથી નજર ચુકવી તેમણે ગળામાં પહેરેલી રૂ.40,000 ની કિંમતની 1 તોલાની સોનાની ચેન ખેંચી રફ્ફૂચક્કર થઇ ગયા હતા. વહેલી સવારની ઘટનામાં તેઓ બાઇક નંબર પણ જોઇ શક્યા ન હતા. તેમણે નોંધાવેલી ફરિયાદના આધારે બી-ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનિય છે કે , રાત પડે અને લુખ્ખા તત્વો આ પ્રકારના બનાવોને અંજામ આપવા નિકળી પડે છે. ત્યારે સવાલ એ છે કે વિવિધ જગ્યાએ જ્યારે હાઇ ડેફિનેશન કેમેરા લગાવવામાં આવ્યા છે તેમ છતાં આવી ઘટનાઓનો ભેદ ઉકેલાતો શા માટે નથી ?

ગુરુકુળ, સુભાષનગરમાં થઈ ચુક્યા છે બનાવો, ઉઠતા સવાલ
ગાંધીધામના પોશ ગણાતા વિસ્તારો ગુરુકુળ અને સુભાષનગર સહિતના આસપાસના એરીયામાં ચીલઝડપની ઘટનાઓ બની ચુકી છે. ત્યારે ગણાતા સારા વિસ્તારોમાં પણ આ પ્રકારની ઘટનાઓ થઈ રહી છે તો અંતરીયાળ વિસ્તારોમા સુરક્ષા વ્યવસ્થા કેમ સચવાઈ શકે, તે અંગે નો પ્રશ્ન ઉઠવા પામ્યો છે. ચીલઝડપને અંજામ આપતા લોકો પર અંકુશ લવાય તે સભ્ય સમાજ માટૅ અત્યંત આવશ્યક હોવાનો સુર ઉઠવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...