આદિપુરની 17 વાળીમાંથી ગત તા.13/5 ના મધરાત્રે ઉપડી ગયેલું બુલેટ મુન્દ્રા પાસે બિનવારસુ મળી આવ્યું હતું, તો સેક્ટર-9માઆવેલા ટીએમ ટાવર પાસેથી 44 હજારનું બુલેટ ચોરી થયું હોવાની ઘટના નોંધાઇ છે.
આદિપુરના 17 વાળી વિસ્તારમાં પીજીવીસીએલ કચેરી સામે મકાન નંબર 87 માં રહેતા ભરતભાઇ ખુશાલાણીએ તા.13/5 ના ઘર પાસે જ પાર્ક કરેલું રોયલ ઇન્ફીલ્ડ મધરાત્રે ઉપડી ગયું હતું. એક શખ્સ આ બુલેટ લઇ જતો હોવાનું સીસી ટીવી કેમેરામાં પણ કેદ થયું હતું. આ બાબતે તેમણે આદિપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવ્યા બાદ આ ઉપડી ગયેલું તેમનું રોયલ ઇન્ફીલ્ડ મુન્દ્રામાં બિન વારસુ હાલતમાં મળી આવ્યું હતું.
આદિપુર પોલીસે સહકાર આપી તેમને પરત કર્યું હતું. તો કાર્ગો આઝાદનગરમાં રહેતા મનજીભાઇ કાયાભાઇ ગોહિલે પોતાની સેક્ટર-9 માં ટીએમ ટાવર ખાતે આવેલી આર્યા ટ્રાન્સ લોજિસ્ટિક ઓફિસ પાસે તા.1/6 ના રાત્રે સાડા આઠ વાગ્યે તેમના શેઠની માલીકીનું રૂ.44 હજારનું બુલેટ પાર્ક કરી ઘરે ગયના બાદ તો2/6 ના સવારે 7 વાગ્યે તે ઓફિસે પહોંચ્યા ત્યારે તે બુલેટ જોવા ન મળતાં જાતે શોધખોળ કરી પણ ભાળ મળી ન હતી ત્યારબાદ બહારગામ જવાનું થતાં આ બુલેટ ચોરીની ફરિયાદ તેમણે મોડી નોંધાવી હોવાનું એ-ડિવિઝન પોલીસ મથકમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું.
અંજારમાં ઘર પાસે પાર્ક કરેલી બાઈક ચોરાઈ
અંજારની શિવશક્તિ સોસાયટીમાં રહેતા 65 વર્ષીય રમેશચંદ્ર ગોપાલજી સોનીએ અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તા. 1/6 ના રાત્રે તેમણે તેમની રૂ. 35 હજારના કિમતની બાઈક તેમના ઘર પાસે પાર્ક કરી હતી. જેને કોઈ અજાણ્યો ઇસમ ચોરી કરી જતા અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.