કાર્યવાહી:મીઠાંના કારખાનામાંથી ઝડપાયેલા દારૂના ગુનામાં બુટલેગર પકડાયો

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાયબર ક્રાઇમે પાડેલા દરોડામાં હાજર મળ્યો ન હતો

કિડાણા સોલ્ટની ઓરડીમાંથી તા.25/6 ના સાયબર ક્રાઇમની ટીમે ઝડપેલા રૂ.20.05 ના દારૂના ગુનામાં તે સમયે હાજર ન મળેલા બુટલેગરને એલસીબીની ટીમે મેઘપર બોરીચી રહેતા એક બુટલેગરને પકડી લીધો હતો. એલસીબી પીઆઇ એમ.એન.રાણાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, તા.25/6 ના રોજ સરહદી રેન્જ સ્તરની સાઇબર ક્રાઇમ પોલીસની ટીમે ગાંધીધામ અને કંડલા વચ્ચે નકટી પુલથી તુણા જતા રોડ પર આવેલા કિડાણા સોલ્ટના પ્લોટમાં ઉતારેલો રૂ.20,05,980 ની કીંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો હતો અને અજાણ્યા આરોપીઓ વિરૂધ્ધ બી-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.

આ દારૂ જે જગ્યાએથી મળ્યો તે જગ્યાની માલિકી બાબતે ખરાઇ તપાસ કરી આ ઓરડી બુટલેગરે ભાડે લેવાની વાત કરી સાગરિત સાથે મળીને ઉતાર્યો હોવાની બાતમીના આધારે અંજારના મેઘપર બોરીચી રહેતા નિલેષ ઉર્ફે ટીંકુ ભગવાનજીભાઇ સોલંકી (માલી)ને પકડી ભેદ .કેલી લીધો હતો. જો કે હજી આ ગુનામાં ભચાઉના જશોદાનગરમાં રહેતા દેવેન્દ્ર ઉર્ફે દેવો ખોડીદાસ કાપડીને પકડવાનો બાકી હોવાનું તેમણે જણાવ્યું હતું. આ કામગીરીમાં પીઆઇ રાણા સાથે પીએસઆઇ ડી.આર.ગઢવી અને એલસીબીનો સ્ટાફ જોડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...