ગાંધીધામના જવાહરનગર પાસે, ચુડવા નજીકથી ગત રોજ સવારેના અરસામાં અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. જેને રામબાગ મોકલીને તપાસનો દોર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો. નોંધવુ રહ્યું કે સતત બીજા દિવસે ગાંધીધામ નજીકથી અજાણ્યો મૃતદેહ મળવાની ઘટના બનવા પામી હતી.
પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર રામબાગ સરકારી ડોક્ટર ડો. એ.કે. સિન્હાએ જાહેર કરતા જણાવ્યું હતું કે તા.17/05ના સવારના 8 વાગ્યાના અરસામાં ચુડવા નદીના કિનારા જવાહરનગર પાસે અજાણ્યા આશરે 30 વર્ષના લાગતા યુવાનની લાશ હોવાનું સામે આવ્યું હતું.
જેને સ્થળ પર રહેલા કોતુલ નાગેરા ક્ષત્રીય નામક વ્યક્તિ લઈ આવ્યો હતો, જેને રામબાગ હોસ્પિટલ લવાતા ઈન્કવેસ્ટ ભરવા માટે મામલતદારને યાદી લખીને મોકલી તજવીજ હાથ ધરાઈ હતી. તો પીઆઈએ આ અંગે જાણ કરાતા તેમણે મૌખીક હુકમ કરીને આગળની તપાસ પીએસઆઈ આર.એમ. બારાડીયાને સોંપી હતી.
નોંધવુ રહ્યુ કે ગત રોજ શાંતિલાલ ગોડાઉન જય અંબિકા કાંટાની બાજુમાં એક અજાણ્યો 50 વર્ષીય લાગતા અજાણ્યા પ્રૌઢ મૃત હાલતમાં મળી આવ્યો હતો. ત્યારબાદ વધુ એક આ પ્રકારની ઘટના સામે આવતા ચકચાર મચી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.