પર્યાવરણ જાગૃતિ:66 વૃક્ષોનું વાવેતર કરીને જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી

ગાંધીધામ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામના લોકો પર્યાવરણ જાગૃતિ તરફ પ્રેરાઇ રહ્યા છે

કચ્છના ઔદ્યોગિક પાટનગર ગાંધીધામમાં છેલ્લા કેટલાક વર્ષોથી પર્યાવરણ પ્રત્યે અભૂતપૂર્વ જાગૃતિ આવી હોય તેવા કિસ્સા સમયાંતરે સપાટી ઉપર આવતા રહે છે. લોકો પોતાના જન્મ દિવસ કે લગ્નગાંઠ નિમિત્તે વૃક્ષારોપણ કરવા તરફ પ્રેરાઇ રહ્યા છે, જે ખરેખર સારી બાબત છે. તાજેતરમાં લોહાણા મહાપરિષદના પ્રમુખ અને એકલવ્ય એજ્યુકેશન ટ્રસ્ટના ઉપપ્રમુખના 66ની જન્મ દિવસ નિમિત્તે 66 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.

તાજેતરમાં લોહાણા મહાપરિષદના પ્રમુખ કે. સી. ઠકકરના 66મા જન્મદિવસે ગાંધીધામ મધ્યે રોટરી ફોરેસ્ટમાં 66 વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એકલવ્ય એજયુકેશન ટ્રસ્ટના પ્રમુખ સુરેશભાઇ ગુપ્તા, ડૉ. નીતીનભાઇ ઠકકર, સમીરભાઇ શાહ, મદનલાલભાઇ, ધીરેનભાઇ રાજદે, બળવંતભાઈ રાજદે, પંકજભાઇ, બાબુભાઇ હુંબલ, કે. સી. અગ્રવાલ, રોહિતભાઇ હડીયા, સુરેશભાઇ ઠકકર વગેરે હાજર રહ્યા હતા. રાત્રે 10 કલાકે કોમ્યુનીટીના આયોજક હરીભાઇ રૂપારેલની પ્રેરણાથી હાઉસીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સાથે સાથે સ્કુલમાં નોટબુક નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...