રહસ્યમય બનાવ:ભુજ-ભાવનગર બસમાં લાખોની મત્તા સાથે ગયેલા આંગડીયા કર્મીની બેગ પડી ગઇ ?

ગાંધીધામ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભુજની આંગડિયા પેઢીમાં ચોરી બાદ વધુ એક આંગડીયા પેઢીનો રહસ્યમય બનાવ
  • મોરબી પોલીસ મથકે પહોંચેલા કર્મીએ જણાવ્યું કે ભચાઉ નજીક પડી ગયાની શંકા , માનવું શું ?

થોડા દિવસ પહેલાં ભુજની એક આંગડીયા પેઢીમાં ચોરીની ઘટના બાદ આજે ભુજ ભાવનગર બસમાં અંજાદે લાખોની માલમત્તા ભરેલી બેઠ લઇને મોરબી પહોંચેલા એક આંગડીયા પેઢીના કર્મચારીએ મોરબી પોલીસને થેલો પડી ગયો હોવાનું જણાવી તંત્રને દોડતું કર્યું હતું, સાથે આ બેગ ભચાઉ નજીક પડી હોવાની શંકા કર્મચારીએ દર્શરાવી ભેદભરમ સર્જ્યો હતો.

આ બાબતે મળેલી પ્રાથમિક વિગતો મુજબ, ભુજ - ભાવનગર રૂટની એસટી બસમાં બેસી મોરબી ગયેલા મહેન્દ્ર પ્રવીણ નામના આંગડીયા પેઢીના કર્મચારીના રૂપિયા ભરેલા થેલો ભુજથી મોરબી વચ્ચે રોડ પર કોઇ પણ સ્થળે ઉપડી ગયો હતો. જે આંગડીયા પેઢીના કર્મચારીને જાણ થતા તેમણે મોરબી પોલીસને જાણ કરી હતી. જેને લઇને સ્થાનિક પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ત્રણ થેલા પૈકી એક રોકડ ભરેલા થેલાની ઉઠાંતરી આંગડિયા પેઢીના કર્મચારી મહેન્દ્ર પ્રવીણ માતબર રોકડ રકમ, સોનુ અને ચાંદી થેલામાં લઈને ભુજથી ભાવનગર તરફ જઈ રહેલ એસટી બસમાં બેઠા હતા આ દરમિયાન બસમાંથી મહેન્દ્ર પ્રવીણ આંગડિયા પેઢીના કર્મચારીના ત્રણ પૈકી એક રોકડ ભરેલા થેલાની ઉઠાંતરી થઇ ગઈ હતી.

નવાઇની વાત એ છે કે માતબાર રકમની ઊઠાંતરી થયાની જાણ આંગડિયા પેઢીના કર્મચારીને છેક મોરબી આવીને થઇ હતી. જેથી તેમણે તાબડતોબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી. આ દરમિયાન થેલામાં કેટલી રકમ હતી તે અંગે કર્મચારીએ કોઇ ફોડ પડયો ન હતો. પણ પોલીસની ઊલટ તપાસમાં ભચાઉ નજીક થેલો ઉપડી ગયો હોવાનું કર્મચારીએ રટણ રટયું હતું.

જેથી આ બાબતે ભચાઉ અને સામખિયાળી સુધી આ ઘટનાની તપાસનો ધમધમાટ પહોંચ્યો હતો. પરંતુ મોડી રાત સુધી કોઇ સત્તાવાર નોંધ થઇ ન હતી. હાલ મોરબી પોલીસે તપાસ આગળ વધારી છે. જોવાનું એ રહ્યું કે આ ઘટનાનો ભેદભરમ શું બહાર આવે છે.

અન્ય સમાચારો પણ છે...