પોલીસની કાર્યવાહી:દારૂના દરોડા વચ્ચે આરોપી દેશી બંદૂક સાથે મળી આવ્યો

ગાંધીધામ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાપરના ટગા ગામમાં આડેસર પોલીસની કાર્યવાહી

રાપરના ટગા ગામ ખાતે દેશી દારૂની બાતમીના આધારે આડેસર પોલીસે પાડેલા દરોડામાં દેશી દારૂ તો ન્હોતો મળ્યો પરંતુ આધાર પુરાવા વગરની બંદૂક મળી આવતાં આરોપીની અટક કરી હતી. પીએસઆઇ બી.જી.રાવલે વિગતો આપતાં જણાવ્યું હતું કે, ટીમ ટગા બસ સ્ટેશન પાસે પેટ્રોલીંગ દરમિયાન પહોંચતાં બાતમી મળી હતી કે ટગામાં રહેતો રફીક નજરમામદ ભટ્ટી પોતાના મકાનમાં દેશી દારૂનું વેંચાણ કરે છે.

આ બાતમીના આધારે તેના મકાનમાં દરોડો પાડી તલાશી લેતાં દેશી દારૂ ન મળ્યો પણ કબાટ નીચેથી સિંગલ નાળ વાળી બંદૈક મળી આવતાં આ બંદૂકના આધાર પુરાવા ન હોતાં રૂ.5,000 ની સિંગલ નાળ વાળી દેશી બંદૂક જપ્ત કરી આરોપી રસિક નજરમામદ ભટ્ટીની અટક કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...