તુણાના કબ્રસ્તાન પાસે મસ્તી કરતા મીત્રોનો હાથ અન્ય શખ્સને વાગી જતા આરોપીએ શખ્સ છરી કાઢીને હાથમાં મારતા ફરિયાદીના હાથની અંગુઠા પાસેની નસ કપાઈ ગઈ હતી, જેને ભુજ સારવાર માટે ખસેડતા હાલ તે સ્થીર હાલતમાં હોવાનું જણાવ્યું હતું.
કંડલા મરીન પોલીસ મથકે રફીક ઉર્ફે માટલો દાઉદભાઈ બાપડા મુસ્લીમએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે તા. 10/05ના મોડી રાત્રે તુણામાં ઈસ્માઈલ પીરના મેળામાં આવેલા સાથે તુણા પીરવાડી વિસ્તાર કબ્રસ્તાનના ગેટ પાસે ઉભા રહીને મસ્તી કરતા હતા. ત્યારે ફરિયાદીનો હાથ આરોપી ઈકબાલ અબ્દુલ કકલ (રહે.વીરા, તા. અંજાર) ને લાગી જતા તેણે અપશબ્દો આપ્યા હતા, એવું ન કરવાનું કહેતા ઉશ્કેરાઈ ગયેલા આરોપીએ ભેટમાંથી છરી કાઢીને ફરિયાદીને મારી હતી, જે ફરિયાદીના અંગુઠા પાસે લાગતા સ્થળ પર ઉપસ્થિત અસલમ ઉર્ફે સાઈ છરેચા, ઈમરાન કોરેજા એ વચ્ચે પડીને વધુ માર મારવાથી રોકતા, આરોપી ઈકબાલ ત્યાંથી ભાગી ગયો હતો. ફરિયાદીને બાઈકમાં રામબાગ, ત્યાંથી 108માં ભુજ જીકે હોસ્પિટલમાં ખસેડાતા અંગુઠા પાસેની નસ કપાઈ ગયા હોવાનું સામે આવતા ઓપરેશન કરીને ટાંકા લેવાયા હતા. પોલીસે આરોપી સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.