મિત્રએ કરી છેતરપીડીં:ગાંધીધામના આદિપુરમાં 20 લાખ લઈને, BMW - સ્કોર્પિયો કાર ન આપી ઠગાઈ

ગાંધીધામ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મિત્રએ જ છેતરપીડીં કરી હોવાની ફરિયાદ દાખલ
  • જરૂર હોવાથી આરોપીએ ડીલ કરી હતી

ગાંધીધામના આદિપુરમાં મીત્રએજ રોકડની જરૂર હોવાનું કહીને પોતાના પાસે રહેલી બે મોંઘી કારને 25 લાખમાં ખરીદવા ઓફર મુકી હતી. જે આધારે 20 લાખ આપ્યાને આટલા વર્ષ વીત્યા છતાં કાર ન આપી અને તપાસ કરતા તે અન્યના નામે ચડી ગઈ હોવાનું સામે આવતા વિશ્વાસઘાત, છેતરપીંડીની કલમો તળે ગુનો દાખલ કરાવાયો હતો.

આદિપુર પોલીસ મથકે શીવરાજ વીરમભાઈ ગઢવીએ સુભાષનગરમાં રહેત સંજય મહેંદ્ર ઠક્કર વિરુદ્ધ ગુનો દાખલ કરતા જણાવ્યુ કે આરોપીએ તેની બીએમડબ્લ્યુ અને સ્કોર્પિયો એમ બે કારને રોકડની ખેંચ હોવાથી 25 લાખમાં આપી દેવાની ડીલ કરી હતી. જે પેટે તેણે 20 લાખ લઈ પણ લીધા હતા,પરંતુ ત્યારબાદ થી હજી સુધી તે કાર ન આપી અને રુપીયા પણ પરત ન કરીને ઠગાઈ આચરી હતી.

છેલ્લા કેટલાક સમયથી તો ફોન પણ બંધ આવી રહ્યો હતો. તો તપાસ કરતા તે કાર અન્યોના નામે થઈ ચુકી હોવાનું સામે આવતા બારોબાર અન્યને વેંચી દીધી હોવાનું પણ સામે આવ્યું હતું. આમ વિશ્વાસઘાત, ઠગાઈ કરી હોવાનું ફલીભુત થતા પોલીસમાં ફરિયાદ દાખલ કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...