ધરણા પ્રદર્શન:‘નર્મદાની બિદડા કેનાલના ભ્રષ્ટાચારીઓ સામે પગલાં લ્યો, નહિતર લડત આદરાશે'

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા આદિપુરના નર્મદા ભવન સામે ધરણા પ્રદર્શન
  • માંડવીમાં ભ્રષ્ટાચારની ફરિયાદોને સાંભળી નહી, ગેરરીતિ આચર્યાનો આક્ષેપ

કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા બિદડા કેનાલમાં પડેલા ગાબડા પાછળ ભ્રષ્ટાચાર કારણભુત હોવાનો આક્ષેપ કરીને જવાબદાર નર્મદા નિગમના અધિકારીઓ એજન્સી સામે કડક પગલાં લેવાની માંગ સાથે ધરણા પ્રદર્શન કરાયા હતા.

જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ નર્મદા યોજનાનો શીલાન્યાસ કર્યો, જેને અન્ય કોંગ્રેસી સરકારોએ આગળ ધપાવી. છેલ્લે ગુજરાતમાં ભાજપની છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કેનાલના કામો પૂર્ણ થયા નથી, ગેરરીતી આચરાઈ છે. પ્રથમ ટેસ્ટિંગમાં જ માંડવીના બિદડામાં આખી કેનાલ બેસી ગઈ અને તૂટી ગઈ હતી.

ઢાંકપીછોડો કરવા આ કેનાલ તૂટી તેના માટે અસામાજિક તત્વો જવાબદાર છે એવા નિવેદનો કરાઈ રહ્યા છે, જવાબદાર એજન્સીને તાત્કાલીક બ્લેક લિસ્ટ કરવામાં આવે, જો યોગ્ય નહી થાય તો આગામી દિવસોમાં લડત ચલાવશે તેવું રોષ પુર્વક જણાવ્યું હતું. આ વિરોધ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત વિપક્ષ નેતા રમેશ ડાંગર, શહેર કોંગ્રેસ પ્રમુખ સંજય ગાંધી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ હાજી ગની માજોઠી, ગાંધીધામ તાલુકા પંચાયત વિપક્ષિ નેતા અલ્પેશ જરૂ,નગરસેવક અમિતભાઈ ચાવડા, અંજાર શહેર પ્રમુખ અલ્પેશભાઈ દરજી, અંજાર નગરપાલિકા વિ પક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા સહિતના આગેવાનો જોડાયા હોવાનું કચ્છ કોંગ્રેસ પ્રવક્તા દીપક ડાંગરે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...