પૂર્વ કચ્છ ગાંધીધામ સ્પેશીયલ ઓપરેશન ગ્રુપ એકશનમાં આવી ચાર અલગ-અલગ જગ્યાએ દરોડા પાડી અખાદ્ય ગોળનાં જથ્થાને ઝડપી પાડ્યો હતો.
બાતમીના આધારે સફળ દરોડો
આ અંગે મળતી માહિતી મુજબ એસ.ઓ.જી ટીમે બાતમીનાં આધારે ખન્ના માર્કેટ શક્તિ ટ્રેડ્સ ગોડાઉનમાં શોપ નંબર 05, વોર્ડ નંબર 12બી, પ્લોટ નં.30નાં માલિક હીતેન્દ્રસિંહ બળવંતસિંહ ઝાલાના ગોડાઉનમાંથી અખાદ્ય ગોળની 10 કિલોની ક્ષમતાવાળી થેલી નંગ 779, 7790 કિ.ગ્રા. જેની કિ.રૂ.2,33,700, તો ખન્ના માર્કેટ હિતેશ ટ્રેડીંગ ગોડાઉનમાં પ્લોટ નં.26, વોર્ડ 12બી , એસ.આર.સી પ્લોટનાં માલિક ઉમેશભાઈ નાનજીભાઈ દામા (ભાનુશાલી)ના ગોડાઉનમાંથી 10 કિલોની ક્ષમતાવાળી ભેલી નંગ.715, 7150 કિ.ગ્રા. જેની કિ.રૂ.2,14,500નો જથ્થો ઝડપાયો હતો.
અન્ય દરોડામાં બે જગ્યા પરથી જથ્થો ઝડપાયો
વધુ એક દરોડો ખન્ના માર્કેટ જલદેવ ઓઈલ ઈન્ડ્રસ્ટ્રીઝ ગોડાઉનમાં પ્લોટ નંબર 39 એસ.આર.સી પ્લોટ માલિક ચિંતનભાઈ નટવરભાઈ ભદ્રનાં ગોડાઉનમાંથી 10 કિલોની ક્ષમતાવાળી ભેલી (કટા) નંગ 1553, 15530 કિ.ગ્રા જેની કિં. રૂ.4,65,900 તેમજ વરસામેડી ઓકટ્રોય નાકા પાસે આવેલ ગોડાઉનો પૈકી શામજીભાઈ ગોવિંદભાઈ જરૂ (આહિર)નાં ગોડાઉનમાંથી ભેલીઓ નંગ 2625, 26420 કિ.ગ્રા જેની કિંમત રૂપિયા 7,39,760, ડીજીટલ વજનકાંટા સહિત કુલ રૂપિયા 7,44,60નો મુદામાલ કબ્જે કર્યો હતો.
કાર્યવાહી ગાંધીધામ એ-ડીવીઝન તથા અંજાર પોલીસે હાથ ધરી
એસ.ઓ. જીની ટીમે ચારેય દરોડોમાં તમામ મુદામાલ કબ્જે કરી અખાધ ગોળનાં સેમ્પલ એફ.એસ.એલમાં મોકલવા આગળની કાર્યવાહી માટે ગાંધીધામ એ-ડીવીઝન તથા અંજાર પોલીસ સ્ટેશને સોંપવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.