કાર્યવાહી:60 હજારનો શંકાસ્પદ કોલસો તુણાથી ઝડપાયો

ગાંધીધામ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કંડલા મરીન પોલીસે એકની અટક કરી

કંડલા નજીક તુણાથી લાકડીયા કોલસાનો જથ્થો કંડલા મરીન પોલીસે ઝડપી પાડ્યો હતો. તેના કોઇ આધાર પુરાવા ન મળતા તે ચોરી કે છટકપટથી મેળવો હોવાની શંકાના આધારે કાર્યવાહી કરાઈ હતી. બાતમીના આધારે તુણા પાસે ઉભેલા એક વાહનમાં કંડલા મરીન પોલીસે તપાસ કરતા લાકડીયો કોલસાની 200 બોરીઓ મળી આવી હતી, જેનું વજન 7 હજાર કિલો થતું હતું.

જેની કિંમત 60 હજાર રુપીયા ગણી અને વાહનની 1.50 ગણીને કુલ 2.10 લાખના મુદામાલ સાથે કાસમ ઉમર મોખા (ઉ.વ.55) (રહે. બંધારીયા, ફળીયુ, ભીડનાકા, ભુજ) ને પકડી પાડ્યો હતો. આ કામગીરીમાં પીઆઈ એમ.એમ. જાડેજા અને સ્ટાફ જોડાયો હતો. નોંધવું રહ્યું કે, કોલસાની ચોરી અને ભેળસેળનું પ્રકરણ લાંબા સમયથી પૂર્વ કચ્છ પોલીસ માટે ચેલેન્જ બની રહ્યું છે. જેની વિવિધ સ્તરીય તપાસ આવશ્યક બની રહી છે.

અન્ય સમાચારો પણ છે...