ગાંધીધામના શક્તિનગર વિસ્તારમાં જે માર્ગથી વાહનો વધુ પ્રમાણમાં સરળતાથી જઈ શકે તે માટે સુધરાઈ પાસે રજુઆત કર્યા બાદ માર્ગ ખોલવામાં આવ્યો હતો, તે માર્ગને માટી નાખીને આખેઆખો બંધ કરી દેવાતા આશ્ચર્ય સર્જાયું હતું. ઓસ્લો ઓવરબ્રીજનું કામ છેલ્લા થોડા દિવસથી અચાનક 24 કલાક ચાલુ થઈ ગયું હોય તેવો તાલ જોવા મળી રહ્યો છે.
એક રીતે વહેલું કામ પુર્ણ કરવાને આવકાર સાથે ચુંટણી ઈફ્ફેક્ટ તો નથી? તેવી ચર્ચાએ પણ જોર પકડી છે, કારણ કે અગાઉજ આ કાર્યનો સમયગાળો માર્ચ સુધી લંબાવાયા બાદ તજજ્ઞો એવો દાવો કરતા જોવા મળ્યા હતા કે આ કાર્ય જુન, જુલાઈ સુધીજ પુર્ણ થાય તેમ છે. બીજી તરફ શક્તિનગર તરફનો સર્વિસ રોડ જ્યાં રહેણાક વિસ્તારો છે,ત્યાં આખા ટાગોર રોડનો ટ્રાફિક હેંડલ થઈ શકે તેમ ન હોવાથી સ્થાનિકોની રજુઆતના આધારે શક્તિનગર મેદાન તરફના માર્ગમાં પાલિકા પ્રમુખે હાજર રહીને આડસોને કઢાવી હતી. ત્યાં રાતોરાત માટી ખકડી દેવાતા આશ્ચર્ય અને સ્થાનિકોમાં રોષ વ્યાપો હતો. સ્થાનિક અમરદીપસિંહ ઝાલાએ કહ્યુ કે અમારી સમસ્યાઓમાં આનાથી વધારોજ થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.