સમસ્યા:કંડલા એરપોર્ટમાં 124ની જરૂર સામે માત્ર 54નો જ સ્ટાફ, ભરતી કરવા ચેમ્બરની એરપોર્ટ ઓથોરીટીને રજુઆત

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નાઈટ લેન્ડીંગ સુવિધા છતાં સ્ટાફના ઘટથી ત્રણ સીફ્ટ કામ નથી થતું

કંડલા એરપોર્ટ સજ્જ અને સક્ષમ હોવા છતાં સ્ટાફની ઘટના કારણે તેના વધુ વિકાસને પાંખો નથી લાગી શકતી, જે અંગે ગાંધીધામ ચેમ્બર દ્વારા એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડીયાના ચેરમેન સંજીવ કુમારને પત્ર પાઠવીને રાઉન્ડ ધ ક્લોક સુવિધા આપવાની માંગ કરી હતી. એરપોર્ટ પર અલગ અલગ વિભાગોમાં કુલ મળીને 124ના સ્ટાફની આવશ્યકતા છે, જેની સામે હાલ 54જ કાર્યરત છે. ગાંધીધામ ચેમ્બરના પ્રમુખ તેજાભાઇ કાનગડે જણાવ્યું કે, કંડલા એરપોર્ટમાં અપુરતા સ્ટાફ અને સંસાધનોને કારણે 3 સીફ્ટમાં કાર્ય કરી નવી ફલાઇટ માટે પાત્રતા ધરાવતી નથી.

એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડીયાએ હાલમાં જ સંપૂર્ણ સુવિધાયુક્ત રાત્રીના ઉતરાણ કરી શકે તેવી નાઇટ લેન્ડીંગ 3-IFR (ઇસ્યુમેન્ટ ફલાઇટ રૂસ) ની પધ્ધતિ અમલમાં લાવી છે ત્યારે માત્ર અપુરતા સાધનો અને ઓછા સ્ટાફને કારણે સમગ્ર સંકુલના પ્રવાસીઓને ના છુટકે હાલાકી વેઠી અન્ય વિકલ્પ શોધવાની ફરજ પડે છે, વ્યાપારને પણ અસર કરે છે. ચેમ્બરના મંત્રી મહેશ તિર્થાણીએ એરપોર્ટ ડાયરેક્ટર સંજીવ મેંઘલ સાથે કરેલી ચર્ચા મુજબ આંડાકીય માહિતી ટાંકતા જણાવ્યું કે ઓપરેટીંગ સ્ટાફમાં 11 ની જરૂરિયાત સામે 3, ફાયર ફાઇટીંગમાં42 સામે 22, સીક્યોરીટીમાં 55 સામે 22 તેમજ અન્યમાં 16 ની સામે ફક્ત 7 જેટલો સ્ટાફ જ કાર્યરત છે.

આદિપુર-ગાંધીધામ-કંડલા કોમ્પલેક્ષ કે જે દેશના બે મહાબંદરોથી જોડાયેલું છે, તેમજ અહીં નમક ઉદ્યોગ, એશિયાનું સહુથી મોટું ટીમ્બર ઝોન, કાસેઝ, ઇક્કો, ઓઇલ યુનિટસ, હોટેસ, મોલ્સ અને અનેકવિધ મોટી ઇન્ડસ્ટ્રીઝના પ્રવાસીઓ, કચ્છ ભ્રમણ અર્થે કે બિઝનેસ અર્થે સતત અવરજવર કરતા હોઇ હવાઇ સુવિધાથી વંચિત રહે છે અને જેને પરિણામે દેશને પણ અધિક આર્થિક નુક્શાની વેઠવી પડે છે.

અન્ય સમાચારો પણ છે...