મીઠીરોહર પ્રાથમિક શાળા નં.2માં સીઆરસી કક્ષાનો રમતોત્સવ યોજાયો હતો. જેમાં 8 શાળાઓના ધો.3થી 8ના બાળકોએ વિવિધ 10 જેટલી રમતોમાં ભાગ લીધો હતો. કાર્યક્રમનો આરંભ બીઆરસી લાલજીભાઇએ દીપપ્રાગટ્યથી કરાયા બાદ બાળકોને ખેલદીલીથી રમતા પ્રેરણા આપી વિવિધ રમતો કબડ્ડી, ગોળાફેંક, ચક્રફેંક, ઉંચીકૂદ, લાંબીકુદ, દોડ, દોરડાકૂદ, બરછીફેંક વગેરે રમતોમાં બધા જ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
પ્રથમ નંબરે આવેલા તમામ બાળકોને મીઠીરોહર સીઆરસી વૈશાલીબેન નાયર તરફથી ટ્રોફી આપવામાં આવી હતી. શાળાના એસએમસી અધ્યક્ષ અબ્દુલભાઇ અને શિક્ષણવિદ શકુરભાઇ માંજોઠીના હસ્તે કાર્યક્રમનું સમાપન કરાયું હતું. બાળકોને પ્રોત્સાહીત કરી પ્રમાણપત્ર, ટ્રોફીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
રમતોત્સવમાં ગ્રૂપ શાળાના આચાર્ય દિનેશભાઇ અને પેટા શાળાના આચાર્યો અને શિક્ષકોએ હાજરી આપી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. નિર્ણાયક તરીકે નિલેશભાઇ, રાજુભાઇ, વિશાલભાઇ, રતિલાલભાઇએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય જશવંતભાઇ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.