મુખ્ય માર્ગો પર રહે છે અંધકાર:સ્ટ્રીટ લાઈટો ઘણા સ્થળોએ ચાલુ નથી, 6-સીમાં તો લાગી જ નથી

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આંતરિક છોડો, મુખ્ય માર્ગો પર રહે છે અંધકાર
  • રામબાગ હોસ્પિટલ પાસેના વિસ્તારમાં છેડતી અને નશાબાજોનો અડ્ડો

ગાંધીધામમાં ઘણા સ્થળોએ સ્ટ્રીટલાઈટ્સ ચાલુ ન હોવાની રાવ ઉઠતી રહે છે ત્યારે આદિપુરમાં તો કેટલાક ડેવલપ થયેલા વિસ્તારોમાં હજી સ્ટ્રીટલાઈટ્સ ન હોવાથી અસામાજિક તત્વોનો અડ્ડો બની રહ્યો હોવાની ફરિયાદો સ્થાનિકોમાંથી ઉઠી રહી છે.

ગાંધીધામ આદિપુરમાં રાત્રી પડતાજ અંધકાર છવાઈ જવાનો માહોલ ઘણા વિસ્તારોમાં ફેલાઈ જાય છે. ગાંધીધામ આદિપુરની મુખ્યબજારમાં સ્ટ્રીટલાઈટ હોવા છતાં કેટલાક વિસ્તારમાં તે બંધ જ રહેતી હોવાની ફરિયાદો ઉઠતી રહે છે. ત્યારે આદિપુરમાં રામબાગ હોસ્પિટલની બાજુમાં 6સી વિસ્તારમાં રહેણાક વિસ્તાર વિકાસ થઈ રહ્યો છે. તે વિસ્તારમાં સ્ટ્રીટલાઈટજ હજી ન નાખવામાં આવતા અસામાજિક તત્વો અહી અડ્ડો બનાવી રહ્યા હોવાનો અને ગત દિવસોમાં છેડતી સુદ્ધાના બનાવો બન્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...