કાર્યવાહી:કંડલાના 5 ટર્મીનલ અને ગાંધીધામ-ભુજની 7 હોટલ પર સ્ટેટ જીએસટીના દરોડા પડ્યા

ગાંધીધામ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એસજીએસટીએ પેઢીઓમાં વધુ વેંચાણ દર્શાવવા, નંબર ન હોવા છતાં કામ ચાલુ રાખવા કરાઇ કાર્યવાહી
  • રહી રહીને જાગેલા વિભાગે બુધવારે હાથ ધરેલી કાર્યવાહી મોડી રાત સુધી ચાલુ રહી, આજે ભરણાની જાહેરાતની સંભાવના

સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા ગાંધીધામ, કંડલા અને ભુજમાં કુલ 12 સ્થળોએ સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા બુધવારના દરોડા પાડવામાં આવ્યા હતા. જેની કાર્યવાહી મોડી રાત સુધી ચાલુ રહી હતી, હજુ તપાસની કામગીરી ચાલુ હોવાથી એસજીએસટીના સુત્રોએ આ અંગે વધુ ફોડ પાડવાનું ટાળ્યું હતું.

એસજીએસટી, કચ્છની ટીમે કંડલામાં 5 ટર્મીનલ્સમાં સવારથી દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી, તો આ સાથે ભુજ અને ગાંધીધામની મળીને 7 હોટલમાં પણ ત્રાટકીને તપાસકાર્ય શરૂ કર્યું હતું. આમ એક સાથે 12 સ્થળોએ દરોડાઓ હાથ ધર્યાના કલાકો બાદ પણ સાંજ સુધી સર્ચ ઓપરેશન ચાલુ રહ્યું હતું. આ અંગે સ્ટેટ જીએસટીના સતાવાર સુત્રોએ હજી સુધી કામગીરીની પ્રક્રિયા ચાલુ હોવાથી પેઢીઓના નામ કે સંલગ્ન કામગીરીની સ્પષ્ટતા કરી નહતી.

આજે આ કામગીરી પુર્ણતાના આરે આવતા કેટલી પેનલ્ટી કે ગેરરીતી બહાર આવે છે અને સરકારની તીજોરીમાં તેની ભરપાઈ કરાવાય છે તે જોવું રહ્યું. વધુ વેંચાણ, વેપાર કે ધંધો છતા તેને ઓછુ દેખાડવુ, જીએસટી નંબર કાર્યરત ન હોવા છતાં તેને કાર્યરત દેખાડવા જેવા મુદાઓ આ માટે કારણભુત હોવાનું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...