ગાંધીધામના મુખ્ય વિસ્તારોમાં ગણાતા એવા 400 ક્વાટર એરીયામાં કેટલીક નોંધપાત્ર ચોરીઓની ઘટના તાજેતરમાં પોલીસ ચોપડે ચડી હતી, પરંતુ છુટક પુટક થતી ચોરીઓ જે ચોપડે નથી ચડી રહી તેનું પ્રમાણ વધારે હોવાનું સ્થાનિક સુત્રોએ જણાવી રહ્યા છે. પુર્વ નગરપતી હિમ્મતદાન ગઢવીએ જણાવ્યું કે છેલ્લા કેટલાક સમયથી 400 ક્વાટર તેમજ તેની આસપાસના રહેણાક મકાનોમાં ચોરી અને ચોરીના પ્રયાસોની ઘટના ખુબ વધવા પામી છે.
આસપડોસમાં એકાંતર દિવસે બનેલા બનાવો લોકોમાં ચર્ચાનું કેંદ્ર બન્યા છે. ગત સપ્તાહેજ ક્લેક્ટર રોડ પર ધોળા દિવસે ઘરનો લોખંડી દરવાજો ઉંચો કરીને કાઢીને બાઈક પર બેસી બે લોકો લઈ ગયાનું સામે આવ્યું હતું. તો ચેઈન અને મોબાઈલ સ્નેચીંગની ઘટના અને એક નિષ્ફળ પ્રયાસ પણ તાજેતરમાં થયો હતો.
અન્ય એક કિસ્સામાં ઘરના પ્રાંગણમાં પડેલી મોટર કાઢવાના પ્રયાસ કરતા વ્યક્તિને લોકોએ અવાજ કરીને ભગાડ્યો હતો. આ અને આ પ્રકારની અન્ય ઘટનાઓમાં લોકો પોલીસના પગથીયા ચડવાનું ટાળી રહ્યા છે, આ પાછળ વારંવાર નિવેદન દેવા જવું અને પરેશાનીનો કારણ બનવાનો અનુભવ પણ એક કારણ બની રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.