ગાંધીધામના એ.વી.જોષી પુલિયા પાસે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન છળકપટ કે ચોરીથી મેળવેલા રૂ.1.06 લાખની કિંમતના કોલસાના જથ્થા સાથે એસઓજીની ટીમે એકને પકડી લીધો હતો. એસઓજી પીઆઇ સુમિત દેસાઇએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ગત રાત્રે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ગાંધીધામથી ભચાઉ જતા હાઇવે પર એ.વી.જોષી પુલિયા નીચે સર્વિસ રોડ પર વોચ ગોઠવી મોરબીના માળીય તાલુકાના જાજાસર ગામના મહેશભાઇ પરબતભાઇ પરમારની ટ્રકને રોકી તેમાં ભરેલા છુટ્ટા કોસાનો જથ્થો તથા કોલસાની કાળી ભૂકીના આધાર પુરાવા ન હોતાં.
ચોરી કે છળકપટથી મેળવેલો હોવાનું જણાતાં રૂ.1,06,740 ની કિંમતનો 35.580 ટન કોલસાના શંકાસ્પદ જથ્થા સાથે તેની અટક કરી ટ્રક અને મોબાઇલ સહિત કુલ રૂ.41,08,740 નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ માટે એ-ડિવિઝન પોલીસ મથકને સોંપ્યો હતો. પોર્ટ તથા ઉદ્યોગો ધમધમતા હોવાને કારણે સંકુલમાં આ રીતે છળકપટ અને ચોરીની ઘટનાઓ અવાર નવાર સામે આવી રહી છે. ત્યારે જો આ વિસ્તારોમાં ખાસ સિક્યુરીટી ગોઠવાય તો આવા બનાવો ઉપર કંટ્રોલ આવી શકે તેવું જાણકાર વર્તુળોએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.