તપાસ:કાર્ગોની સ્મગલીંગ મુદે DRIની ભુજમાં ઘર, ઓફિસમાં તપાસ : દસ્તાવેજો ચકાસાયા

ગાંધીધામ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુંદ્રાથી ઈ-સિગારેટ સહિત ઈલેક્ટ્રોનિક સામાનની ચાલતી સર્ચનો રેલો આવ્યો

મુંદ્રામાંથી નિકળેલો અને હજી પણ તપાસના દાયરામાં રહેલા ઈલેક્ટ્રોનિક્સ સબંધિત કાર્ગોની સ્મગલીંગ અને વેલ્યુએશન બાબતે ડીઆરઆઈની ટીમ બુધવારના સવારથી ભુજમા ધામા નાખીને ઘર અને ઓફિસની તપાસ કરી હતી. પરંતુ અપેક્ષીત વ્યક્તિ સ્થળ પર હાજર ન મળી આવ્યો હોવાનું જાણવા મળે છે.

ડીઆરઆઈની દિલ્હી અને ગાંધીધામની ટીમો દ્વારા હાથ ધરાયેલા ઓપરેશન અંતર્ગત તાજેતરમાં સુરત પાસેથી એક કન્ટેનર ઝડ્પાયું હતું, આજ પ્રકારના અન્ય શંકાસ્પદ અટકાવાયેલા કાર્ગોની તપાસ ચાલી રહી છે ત્યારે આયાતકારી પેઢી તેમજ આ સમગ્ર પ્રકરણમાં જેમની ભુમીકા હોવાનો સંદેહ છે, તેમની પુછપરછ અને પ્રતિષ્ઠાનો પર તપાસનો સીલસીલો શરૂ થઈ ગયો છે. તપાસની દીશા જોતા આગામી સમયમાં મોટા માથાઓ નીચે રેલો આવે તેવી સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...