જ્વેલર્સની દુકાનમાં લાખોની ચોરી:ગાંધીધામમાં જ્વેલર્સની દુકાનમાં તસ્કરો ત્રાટકયા, શટર તોડી તમામ દાગીનાની ચોરી કરી ફરાર થયા

ગાંધીધામ2 મહિનો પહેલા

ગાંધીધામ ઓસ્લોની મુખ્ય બજારમાં આવેલી નિકુંજ જ્વેલર્સ નામની દુકાનમાં તસ્કરો લાખોના દાગીનાની ચોરી કરી ફરાર થયા છે. દુકાન માલિકે દુકાન ખોલી ત્યારે દુકાનમાં તમામ સમાન વેરવિખેર જોતા તાત્કાલિક બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી.

પોલીસે ઘટના સ્થળે જઇ તપાસ હાથ ધરી
શહેરના ઓસ્લોના મુખ્ય બજારમાં આવેલ નિકુંજ જ્વેલર્સ નામની દુકાનમાં તસ્કરોએ લાખોના દાગીનાની ચોરી કરતા ફફડાટ ફેલાયો છે. ચોર ટોળકીએ શટર તોડી જવેલર્સની દુકાનમાં પ્રવેશી ચોરીને અંજામ આપ્યો છે. ચોરોએ જવેલર્સની દુકાનમાંથી લાખોની ચોરી કરી હોવાની જાણકારી મળતા પોલીસે ઘટના સ્થળે જઇ તપાસ હાથ ધરી છે. નિકુંજ જ્વેલર્સ નામની દુકાનમાં તસ્કરોએ લાખોના દાગીનાની ચોરી થતા ચકચાર મચી ગઇ છે. આ અંગે કચ્છ જિલ્લા સોના-ચાંદી મહામંડળ ગાંધીધામના મહામંત્રી નરેશભાઈ સોનીએ જણાવ્યું હતું કે, ઓસ્લોમાં આવેલ નિકુંજ જવેલર્સ નામની દુકાન માલિકે ખોલી ત્યારે દુકાનમાં તમામ સમાન વેરવિખેર પડ્યો હતો. દુકાનમાં રાખેલા ચાંદીના દાગીના ગાયબ હતાં. તેમજ દુકાનનું શટર ખુલ્લું હતું. ચોરી થયાની જાણ દુકાન માલિકે થતા તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.

લાખોના દાગીના ચોરાયા હોવાનો અંદાજ
હાલ જ્વેલર્સની દુકાનમાં લાખોના દાગીનાની ચોરી થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી CCTV આધારે ચોર ટોળકીને દબોચી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. જો કે કુલ કેટલાના દાગીનાની ચોરી થઈ છે તેનો કયાસ કાઢવામાં આવી રહ્યો છે. પરંતુ લાખોના દાગીના ચોરાયા હોવાનો અંદાજ છે.

અન્ય સમાચારો પણ છે...