આયોજન:ગાંધીધામમાં પ્રથમ વખત શ્યામ બાબાની ફાલ્ગુન નિશાન યાત્રા

ગાંધીધામ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શ્યામ બાબા મિત્ર મંડળ, અગ્રવાલ સમાજ દ્વારા આયોજન

શ્યામ બાબા ની નિશાન પદ યાત્રા ગાંધીધામમાં નીકળી અગ્રવાલ ભવનથી ચાવલા ચોક ઝંડા ચોક દુર્ગા વાળી સર્કલથી અંબે માતા મંદિર પાસે પૂર્ણતી થઈ ઘોડા સવારી માં સાલાસર બાબા અને શ્યામ લાલ બિરાજમાન હતા. સવારે સાત વાગ્યાથી વિશાળ યાત્રા ગાંધીધામની મુખ્ય બજારો માંથી નીકળી હતી અને તમામ સમાજે યાત્રા સાથે જોડાઈ આનંદ ઉત્સવ મનાવી અને યાત્રા ને વિશાળ કરી હતી.

શહેરમાં અનેક સ્થળો પર ઠંડા પીણા અને નાસ્તાની સગવડ આપી હતી. રાત્રિના સમયે સંગીત સંધ્યા અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. બાબાનો શૃંગાર કલકત્તાથી આવ્યો હતો અને અદભુત નઝારો જોવા મળ્યો હતો.આ મહોત્સવ દરમિયાન સુરેશ ગુપ્તા, દેવકીનંદન બંસલ, સંજય ગર્ગ, પ્રદીપ પોદાર, પી.સી અગ્રવાલ, સંજય સંઘલ, વિજય બંસલ, મહેશ ગોયલ, દીપક ગોયલ તથા યુવાનો અને મહિલા મંડળ પણ સામેલ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...