પૂર્વ કચ્છ એલસીબીના નવનિયક્ત પીઆઇએ ચાર્જ સંભાળતાં જ સપાટો બોલાવી ગાંધીધામમાં છ જગ્યાએ અને અંજારના મોડવદરમાં દરોડા પાડી દેશી અને વિદેશી દારૂના ધંધાર્થીઓ ઉપર તવાઇ બોલાવી 40,000 નો મુદ્દામાલ જપ્ત કરી 7 વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો હતો.
એલસીબી પીઆઇ એમ.એન.રાણાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, દારુની વધી ગયેલી બદીની ફરિયાદો ધ્યાનમાં રાખી એસપીની સૂચના મુજબ ગાંધીધામના કાર્ગો ઝૂંપડા વિસ્તારના એકતાનગર, મચ્છુનગર, રોટરીનગર સહિત છ જગ્યાએ તેમજ અંજારના મોડવદરમાં દેશી અને વિદેશી દારૂના ધંધાર્થીઓને ત્યાં દરોડા પાડી રૂ.1,320 નો 66 લીટર દેશી દારૂ, રૂ.2,000 ની કિ઼મતનો 1,000 લીટર દારૂ બનાવવાનો આથો, રૂ.1,850 ની કિ઼મતની વિદેશી દારૂની બોટલો રૂ.5,000 ની કિંમતનો મોબાઇલ અને 1 બાઇક સહિત 7 દરોડામાં કુલ રૂ.40,000 નો મુદ્દામાલ જપ્ત કરી એકતાનગરના રંજનબેન બાબુભાઇ ઠાકોર, શનિબેન ચંદુભાઇ ઠાકોર, મચ્છુનગરના જીવણ વીરા કોલી, શાંતિબેન રાજુભાઇ કોલી,રોટરીનગરના પ્રકાશ ગોપાલભાઇ ધેડા, સેક્ટર-7 માં અશોક પરબતભાઇ ધેડા અને અંજારના મોડવદરમાં મેરાભાઇ હાજાભાઇ રબારી વિરૂધ્ધ ગાંધીધામ બી-ડિવિઝન તથા અંજાર પોલીસ મથકે ગુનો નોંધાવી વધુ તપાસ સોંપી હતી. આ કામગીરીમાં પીઆઇ રાણા સાથે પીએસઆઇ કે.એન.સોલંકી અને સ્ટાફ જોડાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.