રૂ40 લાખનું લોડર જપ્ત:પડાણામાં પોલીસને જોઇ ભૂમાફિયા ભાગ્યા

ગાંધીધામ8 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગાંધીધામ સંકુલ આસપાસ ખાસ કરીને શિણાય, અંતરજાળ, પડાણા નજીક મોટા પ્રમાણમાં ખનિજ ચોરી કરવામાં આવી રહી હોવાની અનેક ફરિયાદો વચ્ચે પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મધરાત્રે પડાણા નજીક સાદી માટીની ચોરી કરી રહેલા ઇસમો પર તવાઇ બોલાવી હતી , જેમાં પોલીસને જોઇ ખોદકામ કરી રહેલા ઇસમો ભાગી ગયા હતા. એલસીબીએ રૂ.40 લાખની કિ઼મતનું એક્ઝેવેટર મશિન જપ્ત કરી બી-ડિવિઝન પોલીસ મથકે મુકાવ્યું હતું અને અંજાર ખાણ ખનિજ વિભાગને જાણ કરી હતી.

એસપી મહેન્દ્ર બગડીયાની સૂચના મુજબ પીઆઇ એમ.એમ.જાડેજા સાથે ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે ગેરકાયદેસર રીતે ખનન થઇ રહ્યું હોવાની બાતમીના આધારે પડાણા નજીક બાતમી મુજબની જગ્યાએ પહો઼ચતાં પોલીસને જોઇ ખોસાદી માટીની ચોરી કરી રહેલા ઇસમો એક્ઝેવેટર મશિન મુકી નાસી ગયા હતા.

LCBની ટીમે તરત જ બી-ડિવિઝન પોલીસ તેમજ અંજાર અંજાર ભુસ્તર શાસ્ત્રીની કચેરીમાં જાણ કરતાં ખનિજ વિભાગના કર્મચારી પણ પહોંચ્યા હતા. 40 લાખની કિંમતનું એક્ઝેવેટર મશિન જપ્ત કરી બી-ડિવિઝન પોલીસ મથકે મુકાવી વધુ તપાસ ખનિજ વિભાગને સોંપી હતી. અહીં નોંધવું રહ્યું કે, ખનિજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડે પણ ભૂતકાળમાં દરોડા પાડ્યા છે. એલસીબીના દરોડાથી ભુમાફિયાઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...