ગાંધીધામના સેક્ટર 8માં દબાણ હટાવવા માટે નગરપાલિકાએ વધુ એક વાર કમર કસીને વાહન ફેરવી માઈકથી એનાઉસમેન્ટ કરી સ્વેચ્છાએ દબાણ હટાવી લેવા જણાવીને પોલીસ પ્રોટૅક્શનની માંગ કરી હતી. નગરપાલિકાના સીઓ દ્વારા બી ડિવિઝન પીઆઈને પત્ર પાઠવીને સાત સંદર્ભો ગણાવતા સેક્ટર 8ના પ્લોટ નં. 85 થી 91 સુધીના મીરાજ સિનેમા પાછળ, બ્રહ્મસમાજ સ્કુલ સામેના દબાણ હટાવવા આગામી 8 ઓગસ્ટ માટે પોલીસ સુરક્ષાની માંગ કરી હતી.
નોંધવુ રહ્યુ કે અગાઉ પણ પાલિકા આ માટે પોલીસ સુરક્ષા માંગી ચુકી છે પરંતુ કોઇને કોઇ કારણોસર તે ન મળતા કામ આગળ ધપતું નથી. કાચા પાકા આ દબાણો પાણી ગટરની લાઈન, રોડ અને પ્લોટોના પ્રવેશ પર બનેલા હોવાથી આ કાર્યવાહી કરાઈ રહ્યાનું પાલિકાના સુત્રોએ જણાવ્યુ હતું. આ દબાણ મામલે સીએમઓ સુધી પણ ફરિયાદ થયાનું સામે આવ્યું હતું. દબાણ શાખાએ વિસ્તારમાં માઇક દ્વારા અનાઉસમેન્ટ કરીને લોકોને દબાણ ખાલી કરી દેવા સૂચના આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.