લોકોને ધરમ ધક્કા:ગાંધીધામની સરદાર ગંજ હોસ્પિટલ 3 મહિનાથી બંધ, સ્ટાફની નિયુક્તિ નહીં

ગાંધીધામ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઝંડાચોકમાં આવેલી જુની ડિસ્પેન્સરી બંધ ન કરવા અનેક રજુઆતો છતાં સ્થિતિ વિપરીત
  • ન ડોક્ટર, ન ફાર્માસીસ્ટ, માત્ર વોર્ડ બોયના આધારે જ ચાલે છે દવાખાન

ગાંધીધામના ઝંડાચોક વિસ્તારમાં આવેલી વર્ષો જુની સરદાર ગંજ ડીસ્પેન્સરી બંધ કરવાની ગતીવીધી હાથ ધરાઈ હોવાનું સામે આવતા તેને બંધ ન કરવા માટે ગાંધીધામ ચેમ્બર સહિતની સંસ્થાઓ દ્વારા રજુઆતો કરાઈ હતી, પરંતુ હજી પણ પરિસ્થિતિ બંધ થવાની કગાર પરજ લાગેલી છે.

ગાંધીધામના શહેરના મધ્યે ઝંડાચોકમાં વર્ષો અગાઉ શરૂ કરાયેલી સરદાર ગંજ ડીસ્પેન્સરીને બંધ કરવા માટેની ગતીવીધી થોડા સમય અગાઉ હાથ ધરાઈ હતી. આ ડિસ્પેન્સરી શહેરની સોથી જુની છે, જેના બંધ થવાની વાતો વહેતી થતા ગાંધીધામ ચેમ્બર સહિતની સંસ્થાઓ દ્વારા તેને બંધ ન કરવા દેવા માટેની માંગ ઉભી થઈ હતી. પરંતુ આ તમામ સ્થિતિઓ વચ્ચે પણ પ્રશાસન જાણૅ તેને બંધજ કરવા માંગતી હોય તેમ કોઇ ડૉક્ટર કે ફાર્માસીસ્ટની નિયુક્તી કરાઈ નથી. જેના કારણૅ છેલ્લા ત્રણ મહિનાથી આ ડિસ્પેન્સરી બંધ છે.

સરદાર ગંજ ડિસ્પેન્સરીમાં રહેલા ડોક્ટરે રાજીનામુ આપી દેતા તે જગ્યા ખાલી થઈ ગઈ છે તો ફાર્માસીસ્ટને પ્રમોશન મળી જતા તેની ડ્યુટી રામબાગ હોસ્પિટલ લાગી ગઈ છે. જેના કારણે હવે આ ડિસ્પેન્સરીમાં એક વોર્ડ બોય સીવાય કોઇ રહ્યુજ ન હોવાના કારણૅ કે કોઇની નિયુક્તી પણ ન કરવાના કારણે આ દવાખાનુ બંધ થઈ જવાનીજ સ્થિતિમાં આવી પડ્યુ છે. આ હોસ્પિટલમાં લાંબા સમયથી સ્ટાફની ઘટ છે અને જેની પૂર્તતા કરાતી નથી તે વચ્ચે છેલ્લા 3 મહિનાથી હોસ્પિટલ બંધ હાલતમાં છે.

સરકારની ઉદાસીનતાના કારણે નાગરિકોને સુવિધા નહીં
ગાંધીધામની સ્થાપના સાથે તેનું નામ સરદાર ગંજ રાખવાની વાત હતી, ત્યારબાદ આવેલી અલાયદી પરિસ્થિતિઓ બાદ ગાંધીધામ નામ રખાયું હતું. પરંતુ આ જુના નામ સાથે ખુબ ઓછી વ્યવસ્થાઓ જોડાયેલી છે. જેમાંથી ઝંડાચોક ખાતેની આ ડિસ્પેન્સરી પણ એક છે ત્યારે તેમને પણ આ સુવિધા ન મળતા નારાજગીનો ભાવ ઉભો થવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...