આયોજન:તોલાણી કોલેજની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં 40 વિષયો પરના સંશોધન ચર્ચાયા

ગાંધીધામ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દેશ- વિદેશના 200 થી વધુ અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ વિકાસના ટકાઉ ધ્યેય ઉપર વિચાર આદાન પ્રદાન કર્યા

આદિપર તોલાણી કોલેજ કેમ્પસમાાં તોલાણી કોમર્સ કોલેજ અને તોલાણી મોટવાણી ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ ના સંયુક્ત ઉપક્રમે બેદિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. આ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ વિકાસના ટકાઉ ધ્યેય ઉપર યોજાઇ હતી. આ કોન્ફરન્સમાં દેશ-વિદેશના મળીને લગભગ 200 થી વધારે અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પ્રથમ દિવસ નાંુઉિઘાટન સત્ર અને ટેકનીકલ વર્ગો મેનેજમેન્ટ કોલેજમાં જયારે બીજા દિવસના ત્રણ વર્ગો તોલાણી કોમર્સ કોલેજ ખાતે યોજાયા હતા.

આ કોન્ફરન્સના ઉદ્દઘાટનમાં, પીટર્સબર્ગ યુનિવર્સિટી ઓસ્ટ્રેલિયાના વીઝીટીંગ પ્રોફેસર ડો. અર્ચના હિંગોરાની, ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી ના કુલપતિ ડો. નવીન શેઠ, કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડો. જયરાજવસિંહ જાડેજા તથા અમદાવાદ યુનિ.ના ભૂતપૂર્વ પ્રોવોસ્ટ પ્રોફેસર અમરલાલ કાર્લો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે વિકાસના ટકાઉ ધ્યેય વિષય પર સંશોધનો ચર્ચાયા હતા. જીસીબી ના ડાયરેક્ટર લક્ષ્મણ દરીયાની એ તોલાણી કેમ્પસ વિષે લોકો ને અવગત કરાવ્યા હતા. મેનેજમેન્ટ કોલેજ ના ડાયરેક્ટર ડો. સંપદા કાપસેએ કોન્ફરન્સ ના વિષય વસ્તુ ઉપર પ્રકાશ ફેંક્યો હતો. આભાર દર્શન તોલાણી કોમર્સ કોલજના આચાર્ય ડો. મનીષ પંડ્યાએ કર્યું હતું. 40 અલગ અલગ વિષયો ઉપર સંશોધન લેખ ચર્ચાયા હતા. કોન્ફરન્સમાં મોટી સંખ્યામાં દેશ-વિદેશના વિદ્યાર્થીઓ, વિવિધ કોલેજોના અધ્યાપકો વગેરેએ હાજર રહી પોતાના વિચારો રજૂ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...