ગાંધીધામમાં ડીવાઈડરોના મજબુતી અને વિસ્તૃતીકરણ માટે 6 જેટલા નિશ્ચિત વિસ્તારોને સીલેક્ટ કરીને તે માટે કુલ 19 લાખ જેટલા ખર્ચને આજે સામાન્ય સભામાં મંજુરીની મહોર માટે રજુ કરાશે. આશ્ચર્યની વાત એવી છે કે પ્રસ્તાવિત કેટલાક વિસ્તારોમાં તો તાજેતરમાંજ ડીવાઈડર બનાવાયા છે. ગાંધીધામ નગરપાલિકા દ્વારા રજુ કરવામાં આવનારા 170 એજન્ડાઓમા 19 લાખના ખર્ચે સામેલ છ એજન્ડા માત્ર ડીવાઈડર સાથે જોડાયેલા છે.
કારોબારી સમિતિની ભલામણથી ડિવાઈડર સંલગ્ન રજુ થનારા એજન્ડાઓ પર નજર મારીએ તો અપનાનગર મકાન નં. 52 થી ગોપાલપુરી સુધીના ડિવાઈડરમાં પેવર બ્લોક લગાડવાની કામગીરી કરવા 3,99,500નો ખર્ચ મંજુર કરવા પ્રસ્તાવિત કરાયો છે, તો આવીજ રીતે 3,99,020 લાખના ખર્ચે અપનાનગર મકાન નં. બી 50 થી બી 51 વાળી આખી લાઈના અપનાનગર ચાર રસ્તા સુધીના ડીવાઈડરમાં બ્લોકની ચોડાઈ કરવા તથા માટી નાખવા અને પ્લાસ્ટર કરવા, પેવર બ્લોક લગાવવા, લીલાશાહ સર્કલ થી અપનાનગર ચાર રસ્તા સુધીના ડીવાઈડરમાં બ્લોકની ચોડા, માટી નાખવા, પ્લાસ્ટર કરવા ડીવાઈડરમાં પેવર બ્લોક નાખવા 3,98,170નો ખર્ચ
સ્વામીનારાયણ ગુરુકુળ ગેટથી ટાગોર રોડ સુધીના ડીવાઈડરને રીપેરીંગ,કલર કરવા અંદાજે 1,99,250 નો ખર્ચ મંજુર કરવા, ભાઈપ્રતાપ સર્કલ- નવજીવન હોસ્પિટલ થી ટાગોર રોડ તરફ જતા રસ્તાના ડીવાઈડર રીપેર કરવા 3,15,293 મંજુર કરવા, આદિપુરના સંતોષી મંદિર ચાર રસ્તા થી મૈત્રી સ્કુલ રોડના ટાગોર રોડ સુધીના ડીવાઈડર રીપેર કરવા 1,83,819 મંજુર કરવાનો પ્રસ્તાવ આજે સામાન્ય સભામાં રખાશે. આમ કુલ 18,95,052ના ખર્ચે ડિવાઈડરોનું નવીનીકરણ કરવા સતાપક્ષે નિર્ધાર વ્યક્ત કર્યો છે.
નવા બનેલા ડિવાઈડરને પણ તોડવા પડ્યા
ઓસ્લો સર્કલ થી લીલાશાહ સર્કલ અને ગોપાલપુરી ગેટ સુધીના વિસ્તારની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને વરસાદી પાણીના ભરાવા બાદ તેના નિકાલ માટે આડે આવતા ડિવાઈડરમાંથી રસ્તો અપાવાનો ધારો લાગુ પડ્યો છે. જે અનુસાર નવા બનાવેલા ડિવાઈડરોમાં પણ પાઈપ બેસાડયા હતા. પરંતુ તે છતાં લીલાશાહ મેદાન પાસે એટલો પાણી ભરાવો થઈ ગયો કે ડિવાઈડરને વચ્ચેથી તોડીજ નાખી પડવું હતું. ખરેખર તો ડિવાઈડરોમાંથી વરસાદી પાણીને રસ્તો આપવો પડે તે પોતેજ વરસાદી નાળા સીસ્ટમને સુચારુ રુપે પાલિકા નથી ચલાવી શકતી તેનું પ્રમાણ છે તેવું શહેરનો પ્રબુદ્ધ વર્ગનો સુર છે.
‘99કા ચક્કર બાબુભૈયા। આંકડાને મોટો દેખાતો છુપાવવાની રમત!
એજન્ડાઓમાં રજુ થયેલા છ માંથી 5 કાર્ગોમાં આંકડો 99ની નજીક કે આસપાસ હોવાનું જોવા મળ્યું હતું. સામાન્ય રીતે માર્કેટીંગ કંપનીઓ ઓછા દરે વધુ વસ્તુઓ આપતી હોવાની સ્ટ્રેર્ટજીના ભાગરુપે મુળકીંમતથી ઓછી દેખાડવા આ ટ્રીકનો ઉપયોગ કરતી હોય છે. પરંતુ અહી 4 લાખ ન કહીને, 3.99 લાખ જેવા દર્શાવાયેલા ફીગર ઘણા પ્રશ્નો અને તેની સત્યતા અંગે ઉઠતા સવાલોને સ્થાન આપી રહ્યા છે. કેટલા ખર્ચની જરૂર છે તેનો સર્વે કરાયો છે કે કેમ તે પણ પ્રશ્ન છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.