દેશની સેનામાં 28 વર્ષ સુધી ફરજ નિભાવીને મહત્વપુર્ણ ઓપરેશનોમાં ભાગ ભજવનાર ફૌજી સુબેદાર રમેશચંદ્ર નારણભાઈ પટેલ સેવા નિવૃત થઈને પ્રથમ વાર ગાંધીધામ આવતા તેમનું ઉત્સાહ પુર્વક સ્વાગત ગાંધીધામમાં કરાયું હતું. તેમણે શ્રીનગર, કુપવાડા, બારામુલ્લા, રાજોરી, અરૂણાચલ પ્રદેશ, સિક્કિમ અને હાલ ગલવાન ઘાટી, -40ડિગ્રી તાપમાનમાં પેંગોગ જીલ, ચીન બોર્ડ પર સેવા આપી છે.
તેમણે સર્જીકલ સ્ટ્રાઈકમાં પણ ભાગ ભજવેલો. જે માટે તત્કાલીન રક્ષા મંત્રી જ્યોર્જ ફર્નાડીસે મુલાકાત લીધી હતી. ગાંધીધામ રેલ્વે સ્ટેશન થી રેલી સ્વરૂપે એમના ઘર ડીસી5 સુધી મોટી સંખ્યામાં લોકોએ હાજર રહીને સ્વાગત સન્માન કર્યું હતું. જેમાં દરેક સમાજના પ્રબુદ્ધ લોકો, પટેલ સમાજ, ડીસી5ના સ્થાનિકો, આરએસએસ, બજરંગ દળ,કર્તવ્ય ગૃપ સહયોગી રહ્યું હતું. સંચાલન ધનંનજયભાઈ ચુડાસમાએ કર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.