હત્યાનો પ્રયાસ:રાપરમાં પિતા-પુત્ર પર 13 જણાનો પ્રાણ ઘાતક હુમલો

ગાંધીધામ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મિલકતના ભાગ માટે કર્યો હત્યાનો પ્રયાસ

રાપરમાં સગા ભાઈ અને તેના પુત્રએ 13 સાગરીતો સાથે મળી મોટાભાઈ અને ભત્રીજા પર લોખંડના પાઈપ, ધોકા તેમજ છરી વડે ઘાતક હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના નોંધાઇ છે. રાપરના ગેલીવાડી વિસ્તારમાં રહેતા ગુરૂકૃપા રોડ પર ગેરેજ ધરાવતા 23 વર્ષીય વિવેક રમણિકભાઇ લોવારીયા એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત રાત્રે સાડા આઠના અરસામાં તે પોતાના પિતા પિતા અને ભાઈ સાથે ગેરેજ બંધ કરી ઘરે જવા તૈયારી કરતો હતો તે સમયે અચાનક તેમના કાકા કમલેશભાઈ, તેમનો પુત્ર અર્જુન, સાહિલ સત્તાર રાયમા તેમજ અન્ય અજાણ્યા બાર શખ્સો મળી પંદર જણાં અલગ અલગ કાર, બાઈક પર ત્યાં ધસી આવ્યા હતા.અર્જુને ગાડીમાંથી પાઈપ કાઢી વિવેક પર હુમલો કર્યો હતો.

વિવેકને બચાવવા પિતા અને ભાઈ વચ્ચે પડ્યાં તો આરોપીઓએ તેમને પકડી રાખ્યા હતા. અર્જુને વિવેકના માથામાંમારી નાખવાના ઇરાદે છરીનો ઘા ઝીંકી દીધો હતો. કાકા કમલેશે પણ ધોકા વડે માર માર્યો હતો. હુમલાના પગલે બૂમાબૂમ થતાં આરોપીઓ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપીને ભાગી ગયા હતા.

વિવેકે ફરિયાદમાં આ હુમલાનું કારણ આપતાં જણાવ્યું હતું કે દાદા અને નાના કાકાના પૈસામાંથી વસાવેલી મિલકતમાં કાકા કમલેશ પૂરો ભાગ માંગે છે. આ મામલે પરિવારમાં લાંબા સમયથી ડખ્ખો ચાલે છે. રાપર પોલીસે રાયોટીંગ, હત્યાના પ્રયાસ સહિતની વિવિધ ગંભીર કલમો તળે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

સોશિયલ મીડિયામાં મારી નાખવાની આપી હતી ધમકી
અર્જુને સોશિયલ મીડિયામાં તેમને, પિતાને અને દાદાને મારવાની ધમકી આપી હતી વડિલોપાર્જિત મિલકત માટે કરીને મારી નાખવાના ઇરાદે હુમલો કરનાર આરોપી અર્જુને અગાઉ સોશિયલ મિડીયામાં સ્ટેટસ રાખી તેમને અને તેના પિતા, દાદાને મારી નાખવાની ધમકી આપી હોવાનું વિવેકે ફરિયાદમાં જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...