અધિકારીઓનું મૌન:પાઇપલાઈનની સુરક્ષા અંગે તેલ કંપનીઓના રવૈયા પર ઉઠતા સવાલ

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શંકાઓને સ્થાન આપતું IOCLના અધિકારીઓનું મૌન
  • કંપનીઓએ સીસીટીવી, લાઈટની વ્યવસ્થા કરવી જોઇએઃ ચેમ્બર પ્રમુખ

ડીપીએ કંડલમાં આવેલી 11 કિલોમીટરની પાઈપલાઈનની સુરક્ષા દેશની સરકાર માન્ય તેલ આયાત કરતી જાઈન્ટ કંપનીઓ ન કરીને તેની જવાબદારી વર્ષોથી અન્યો પર નાખી રહી છે, અધુરામાં પુરુ આઈઓસીએલ કંપની આ અંગે તેમનું સ્ટેન્ડ શું છે કે શું તેમણે વ્યવસ્થાઓ કરી છે તે અંગે શુદ્ધા મગનું નામ મરી પાડવાથી બચતા તેમની ભુમીકા પર પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.

પાઈપલાઈનમાંથી જોખમી રીતે થતી ડીઝલ,પેટ્રોલની તસ્કરી સમગ્ર કંડલા, ગાંધીધામ સંકુલ માટે અત્યંત જોખમી છે. આ અંગે ઓનગ્રાઉન્ડ તપાસમાં આવેલા તથ્તોથી લાઈનમાં જોખમી સ્તરમાં બાકોરા હોવાનું સામે આવી ચુક્યુ છે ત્યારે પોર્ટ અને પોલીસે પોતાના સ્તરે પગલા ઉઠાવ્યા હોવા છતાં કંપનીઑ દ્વારા આ અંગે ભજવાઈ રહેલી ભુમીકા પ્રશ્નોના ઘેરામાં છે.

ગાંધીધામ ચેમ્બર પ્રમુખ તેજાભાઈ કાનગડે આ અંગે પ્રતીક્રિયા આપતા જણાવ્યું કે કંપનીઓ અને પોર્ટ સુરક્ષાની જવાબદારી એકબીજા પર નાખી રહ્યા છે, જ્યારે કે આ કંપનીઓની જવાબદારી બને છે, તેઓ જો માત્ર લાઈટ અને સીસીટીવી કેમેરાજ નાખી દે, તો પણ ઘણી હદે ચોરી પર કાબુ આવી શકે.

આ અંગે આઈઓસીએલના ગાંધીધામ સ્થિત મુખ્ય અધિકારી તેમજ મુંબઈ સ્થિત કોમ્યુનીકેશનના અધિકારી દ્વારા અકળ મૌન ધારણ કરી લીધુ હતુ, જે તેમની ભુમિકા પર પણ સવાલો ઉભા કરે છે. છેલ્લે નોંધાયેલા તેલચોરી કેસમાં પણ પોલીસે ઘટનાક્રમ ઝડપી પાડ્યા બાદ કંપનીએ ફરિયાદ નોંધાવવા તજવીજ કરી હતી. તો આ અંગે મળેલી બેઠકમાં અંગે અધિકારીઓ કાંઇ પણ કહેવાથી બચતા નજરે ચડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...